What is Codex? - (2026 ની સંપૂર્ણ માર્ગદર્શિકા) | Developer માટે ખુબજ ઉપયોગી | Beginner થી Developer સુધી
ઘણા લોકો વિચારે છે કે Codex માત્ર એક “સ્માર્ટ ઓટોકમ્પ્લીટ” ટૂલ છે અથવા તો આપણી નોકરી ખાઈ જનારો રાક્ષસ છે.
મારા વિચાર એકદમ અલગ છે: Codex એ ડેવલપર્સને રિપ્લેસ નથી કરી રહ્યું, તે ડેવલપર્સને “મજૂર (Bricklayer)” માંથી “આર્કિટેક્ટ (Architect)” બનાવી રહ્યું છે. જે ડેવલપર આને સમજી જાશે, તે આવતા 5 વર્ષ માર્કેટ પર રાજ કરશે.
આ Codex કોણે બનાવ્યું?
OpeanAI એ ChatGPT સાથે AI coding agent બનાવ્યો અને તેનું નામ આપ્યું – Codex.
આ Codex નો જન્મ 16 May, 2025 ના દિવસે થયો હતો.
આ Codex નો use કોણ-કોણ કરી શકે?
મને ખબર જ છે કે અત્યારે આ વાંચનાર ત્રણ પ્રકાર ના લોકો હશે:
- જૂનિયર ડેવલપર્સ: જેમને બીક છે કે “હજી તો માંડ React શીખ્યો ન્યાં આ AI મારું કામ કરવા માંડ્યું, હવે મારું શું થાશે?”
- સિનિયર એન્જિનિયર્સ: આ લોકો થાકી ગયા છે રોજની બોરિંગ બગ્સ ફિક્સ કરી કરીને, એટલે કંઈક નવો રસ્તો ગોતી રહ્યા છે.
- સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ: આ લોકો ને ઓછા બજેટમાં જલ્દીથી પ્રોડક્ટ માર્કેટમાં ઉતારવી છે.
શા માટે Codex બનાવવામાં આવ્યું?
આપણે આ ટોપિક પર શું કામ વાત કરીએ છીએ?
કારણ કે સોફ્ટવેર ડેવલપમેન્ટ તૂટી ગયું છે. એક નાનું-અમથું ફીચર બનાવવું હોય, તો પણ 40% સમય તો એન્વાયરમેન્ટ સેટઅપ, ડિપેન્ડન્સી ઇશ્યુઝ (NPM ના લોચા), અને સિન્ટેક્સ એરર સોલ્વ કરવામાં જાય છે. ડેવલપરનો કિંમતી સમય “વિચારવામાં” ઓછો અને “ટાઈપિંગ” કરવામાં વધારે જાય છે. આ માનસિક થાક ઘટાડવો અત્યંત જરૂરી હતો.
એટલા માટે Codex બનાવવામાં આવ્યું છે.
Codex શું કામ કરે છે? (Codex નો પાયો શું છે?)
સામાન્ય AI મોડલ્સ (જેમ કે જૂનું ChatGPT) માણસોની ભાષા (English/Gujarati) પર ટ્રેન થયેલા છે.
જ્યારે Codex નો DNA અલગ છે. તે 150+ GB ના પ્યોર પ્રોડક્શન-લેવલ કોડ, Github ઈશ્યુઝ, પુલ રિક્વેસ્ટ્સ (PRs) અને ડેવલપર્સના કમિટ મેસેજ (Commit messages) પર ટ્રેન થયેલું છે. એટલે એને ખબર છે કે “કોડ કેવી રીતે લખવો” એટલું જ નહિ, પણ “કોડ કેવી રીતે બગડે છે અને એને કેવી રીતે સુધારવો.” એ પણ આને (Codex) ને આવડે છે.
Codex કય રીતે કામ કરે છે?
જ્યારે તમે Codex ને કોઈ કમાન્ડ આપો છો, ત્યારે એ સીધો કોડ નથી લખતો. એ એની પાછળ એક આખી સાયકલ ચલાવે છે:
- Intent Parsing: તમે શું માંગ્યું છે તેનો અર્થ કાઢવો.
- Context Gathering (RAG): તમારા આખા પ્રોજેક્ટને સ્કેન કરીને જરૂરી ફાઈલો (AST – Abstract Syntax Trees) મેમરીમાં લેવી.
- Execution Pipeline: વર્ચ્યુઅલ સેન્ડબોક્સમાં કોડ લખવો અને એને જાતે જ Compile/Run કરવો.
- Feedback Loop: જો Error આવે, તો જૂના કોડ અને એરર મેસેજનું એનાલિસિસ કરીને કોડમાં જાતે જ સુધારો કરવો (Self-correction).
Architecture Layers of Codex:
2026 માં Codex કોઈ એક સોફ્ટવેર નથી,એ આખું ઇકોસિસ્ટમ છે. જેમાં 3 લેયર છે:
UI Layer: તમારી ડેસ્કટોપ એપ અથવા VS Code/Cursor જેવું IDE ઇન્ટિગ્રેશન.
Brain Layer: OpenAI નું GPT-5.3-Codex મોડલ, જે ડીપ રીઝનિંગ કરે છે.
Action Layer (Agents): આ સૌથી મહત્વનું છે. અલગ અલગ AI એજન્ટ્સ જે પેરલલ (Parallel) કામ કરે છે — એક ટેસ્ટ લખે, એક ડોક્યુમેન્ટેશન બનાવે, અને એક મેઈન લોજિક લખે.
હાલો થોડું ડીપ માં સમજીએ
Codex હવે “Reinforcement Learning from Compiler Feedback (RLCF)” વાપરે છે.
એટલે કે, માણસ એને કહે કે “આ સાચું છે કે ખોટું” એના કરતા, એ સીધું જ કમ્પાઇલરના રિઝલ્ટ પરથી શીખે છે. બીજું, તેમાં 200K ટોકન્સની કોન્ટેક્સ્ટ વિન્ડો છે, મતલબ કે એ એકસાથે તમારા 10-15 હજાર લાઈનના આખા પ્રોજેક્ટને મગજમાં રાખીને ફેરફાર કરી શકે છે.
Codex vs બીજા AI
માર્કેટ માં બીજા પણ પ્લેયર્સ છે – પણ Codex ઓલ-રાઉન્ડર છે
- Codex vs GitHub Copilot: Copilot તમારો ડ્રાઈવર છે જે તમને રસ્તો બતાવે, પણ Codex એ Tesla નું ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ (FSD) મોડ છે.
- Codex vs Claude Code (Anthropic): Claude હજી પણ ટેક્સ્ટ અને કોન્ટેક્સ્ટ સમજવામાં બહુ પાવરફુલ છે, પણ જ્યારે ડાયરેક્ટ સિસ્ટમમાં ઘૂસીને ફાઈલો ચેન્જ કરવાની વાત આવે ત્યારે Codex ના એજન્ટ્સ બાજી મારી જાય છે.
પ્રેકટીકલ દુનિયા માં Codex ક્યાં વપરાય છે?
- Legacy Migration: જૂના Python 2 ના કોડને Python 3 માં ફેરવવો હોય કે જૂના React Classes ને Hooks માં કન્વર્ટ કરવા હોય — આ કામ Codex મિનિટોમાં કરી દે છે.
- Boilerplate Setup: નવો પ્રોજેક્ટ શરૂ કરતી વખતે Auth, Database કનેક્શન, અને રાઉટિંગ સેટ કરવામાં જે 2 દિવસ બગડતા હતા, એ હવે 2 મિનિટમાં થાય છે.
- Automated Unit Testing: 90% ડેવલપર્સને ટેસ્ટ લખવા નથી ગમતા. Codex આ કામ બેકગ્રાઉન્ડમાં જાતે જ પતાવી દે છે.
- શું તમારે Codex વિષે વધારે માહિતી જોવે છે?
- તમે આ જ રીતે જાણી શકો છો કે Gemini શું છે અને તેમાં પણ આ રીતે કોઈ પણ Program બનાવી શકો છો.
Security & Risks
આ થોડો ચિંતાનો વિષય છે.
- API Leakage: જો ધ્યાન નો રાખ્યું, તો Codex તમારા પ્રાઇવેટ API Keys GitHub પર પબ્લિક કરી શકે છે.
- Vulnerable Dependencies: ક્યારેક એવા થર્ડ-પાર્ટી પેકેજીસ ઇન્સ્ટોલ કરી લે છે જેમાં સિક્યોરિટી રિસ્ક હોય. એટલા માટે મેં પહેલાં પણ કહ્યું હતું: “Trust, but Verify.”
Codex નું ભવિષ્ય
આવનારા 2-3 વર્ષમાં શું થશે? “Autonomous QA” નો જમાનો આવશે. તમારે કોડ લખવાની પણ જરૂર નય પડે, ફક્ત ફિગ્મા (Figma) માં ડીઝાઇન બનાવો, Codex એને જોશે, જાતે જ ફ્રન્ટએન્ડ લખશે, બેકએન્ડ API સાથે જોડશે અને ટેસ્ટ કરીને પ્રોડક્શનમાં ડિપ્લોય કરી દેશે.
છેલ્લે એક વાત ( Conclusion )
છેલ્લે, એક વાત એ જ છે કે, કેલ્ક્યુલેટર આવ્યા પછી ગણિતશાસ્ત્રીઓની નોકરી નોતી ગઈ, પણ એઓ મોટા અને જટિલ પ્રોબ્લેમ સોલ્વ કરવા લાગ્યા હતા. બિલકુલ એ જ રીતે, Codex આવ્યા પછી ડેવલપરની નોકરી નથી જવાની, પણ ડેવલપરનું લેવલ ઊંચું આવવાનું છે.
તમારી સામે બે રસ્તા છે: કાં તો જૂના જમાનાની જેમ એક-એક લાઈન ટાઈપ કરતા રહો અને થાકતા રહો, અથવા તો Codex ને તમારો કમાન્ડર બનાવીને આખી આર્મી (Codebase) ને ઓપરેટ કરતા શીખો. નિર્ણય તમારો છે.
