Agentic AI શું છે? ભવિષ્ય ની સ્માર્ટ AI Technology
હેલો મિત્રો, કેમ છો?
આજે આપડે ભવિષ્ય ની AI Technology વિષે વાત કરશું. અત્યારે તો AI છે જ પણ એ Technology ભવિષ્ય માં કેવી બનશે અને કય રીતે કામ કરશે.
મિત્રો, તમે કોઈ પણ AI Tool ની હારે વાત-ચિત તો કરી જ હશે અને એની પાસે કામ પણ કરાવ્યું હશે.
ઉદાહરણ લય ને સમજીએ – તમે ChatGPT પાસે ગયા અને તમે કીધું કે મને એક ઇમેઇલ લખિય દે, અને એ લખી પણ દેશે. પણ શું એ ઇમેઇલ તમારે જેને મોકલવો છે એને મોકલી દેશે?
ના, અત્યારે ના AI ખાલી આપડે એને કઈએ એટલું જ કામ કરે છે પણ આ ભવિષ્ય ના Agentic AI આપણું કીધેલું કામ પણ કરશે અને એની જાતે વિચારશે પણ.
આપણે Agentic AI ને કેશુ કે મને ઇમેઇલ લખી દે. તો એ ઇમેઇલ તો લખશે જ પણ એ ઇમેઇલ આપડે જેને મોકલવો છે એને મોકલી પણ દેશે.
Agentic AI ખાલી આપણા instructions પર કામ નથી કરતુ, એ આપડા instructions સાંભળે છે, પછી વિચારે છે, કે આ ટાસ્ક હું કય કય રીતે પૂરો કરી શકું અને પછી, એ action પણ લે છે અને આપડો આખો ટાસ્ક પૂરો કરી દે છે.
Agentic AI આ તમારા માટે કેમ importent છે?
India માટે
Business, Startups, SME Business – આ બધા માટે બવ જ જોરદાર technology બનશે
Future Advantage
2029-30 સુધી માં 70-80% Customer ની સર્વિસ પ્રોબ્લેમ ને આ જ solve કરશે
Students માટે
આ AI agent તમને Notes બનાવવામાં, Assignment લખવામાં, અને આવી રીતે તમારા ઘણા બધા કામ કરી દેશે
Business owner માટે
Customer ની હારે જાતે જ વાત કરશે, Email ઓર્ડર મેનેજ કરશે, અને 27 x 7 શરુ જ રેશે
Agentic AI કય રીતે કામ કરે છે?
મિત્રો, હું તમને એકદમ સરળ ભાષા માં કવ.
Agentic AI એ એવી Artificial Intelligence technology છે, જે ખાલી આપણને જવાબ જ નય આપે પણ આપડા આખા ટાસ્ક ને સ્માર્ટલી પૂરું પણ કરી દેશે.
આપડે એને કોઈ ટાસ્ક આપીએ ત્યારે, પેલા એ આપણા ટાસ્ક ને સમજે, વિચારે, સર્ચ કરે, પછી એ એમ વિચારે કે હું આ આખા ટાસ્ક ને કય રીતે complete કરી શકું છું. આ બધું કર્યા પછી એ જાતે જ એકશન પણ લય લેશે.
આ આર્ટિકલ માં ક્યાં ક્યાં ટોપિક પર વાત કરશું?
- Agentic AI ખરેખર શું છે?
- ChatGPT vs Agentic AI.
- Real Example.
- Step-by-Step Process – Agentic AI ને કેવી રીતે Explore કરશો?
- ફાયદા અને નુકશાન
- FAQ
- Conclusion
Agentic AI ખરેખર શું છે?
Agentic AI ખરેખર શું છે?
હાલો આપડે આ Agentic AI શું છે એ Real Life ના ઉદાહરણ લય ને સમજીએ.
તમે એક Business owner છો અને તમે તમારા employee ને એક કામ આપો છો કે, આ નવા customer ને Follow – Up Email મોકલ અને કાલ માટે મિટિંગ schedule કર અને પછી મને રિપોર્ટ દે.
પેલા Customer નો ડેટા ચેક કરશે,
પછી પ્રોફેશનલ ઇમેઇલ બનાવશે, ઇમેઇલ બનાવ્યા પછી
કેલેન્ડર માં મિટિંગ સ્લોટ ગોતશે અને તમારી મિટિંગ schedule કરશે.
એ પછી તમને રીમાઇન્ડર સેટ કરી દેશે.
અને સૌથી છેલ્લે આખા ટાસ્ક ની સમરી પણ લખી દેશે.
આ બધું કામ એની હાથે જ વિચારી ને કરશે, તમારે તમારા દરેક સ્ટેપ આને કેવાની જરૂર નય પડે.
હાલો એક ફોર્મ્યુલા આપું –
Regular AI – Question પૂછો -> simple answer આપશે
Agentic AI – Goal આપો પછી એ -> AI પ્લાન બનાવશે -> અલગ-અલગ ટૂલ્સ નો ઉપયોગ કરશે -> ટાસ્ક complete કરશે અને result દેશે.
ChatGPT vs Agentic AI
ChatGPT vs Agentic AI
ઘણા બધા લોકો હજી એમ જ વિચારે છે કે agentic AI અને ChatGPT બેય એક જ છે, પણ ના મિત્રો, એવું નથી આ બેય માં ઘણો બધો ફેર છે
ChatGPT
આ એક Conversational AI છે.
આ બેઝિક કામ માટે બનાવવામાં આવ્યું છે જેમ કે તમારા પ્રશ્નો નો જવાબ આપવો, કન્ટેન્ટ લખવો, ઇમેઇલ લખવો, કોડિંગ કરવી, તમારા ટોપિક પ્રમાણે તમને આઈડિયા આપે. આવા બધા બેઝિક કામ માટે જ બનાવવા માં આવ્યું છે.
આ એની જાતે વિચારી ને એકશન નથી લય શકતું. આ તમને ખાલી રસ્તો જ આપે એ રસ્તા ઉપર તમારે જાતે જ હાલવું પડે છે.
Agentic AI
આ AI ખાલી તમારું કામ નથી કરતુ પણ આ તમારો આખો ટાસ્ક complete કરી દે છે.
આ તમારો એક employee બની જાય છે
તમારા બધા જ નાના-મોટા કામ આ એક employee ની જેમ complete કરી દે છે
તમે આને એક Goal આપો કે તારે Customer Communication Handle કરવાનું છે
એટલે આ પેલા ઇમેઇલ વાંચશે, એમાંથી ઈમ્પોર્ટન્ટ મેસેજ ગોતશે, પછી એની રીતે વિચારી ને Customer ને શું રીપ્લે આપવો એ બનાવશે,
પછી ઑટોમૅટિક કસ્ટમર ને ઇમેઇલ પણ સેન્ડ કરી દેશ,
પછી જો તમારે મિટિંગ કરવાની હોય તો આ તમારી મિટિંગ Schedule કરી દેશે, અને આ આખો ટાસ્ક પૂરો થાય પછી એક જોરદાર સમરી પણ બનાવી દેશે.
અને આ AI બધું કામ બવ જ ઓછા હ્યુમન ઇન્સ્ટ્રકશન થી પૂરું કરી દેશે.
સિમ્પલ ભાષા માં અને એક લાઇન માં કવ તો
ChatGPT – તમારે શું કામ કરવું છે એ મને કયો.
Agentic AI – તમારો Goal કયો, હું એને complete કરી દઈશ.
Agentic AI ને Explore કય રીતે કરશો ?
Agentic AI ને Explore કય રીતે કરશો ?
1. Concept clear કરો કે આ AI ક્યાં ક્યાં અને કેવી રીતે યુઝ થઈ શકે?
2. Free Tools થી પેલા પ્રેકટીસ કરો.
3. પછી એકદમ સિમ્પલ WorkFlow તૈયાર કરો
4. Result જોવો અને જો જરૂર હોય તો સુધારો
ફાયદા અને નુકશાન
ફાયદા અને નુકશાન
ફાયદા
- આખો ટાસ્ક ઑટોમૅટિક complete કરી દે છે
- 70 થી 80 % ટાઈમ બચાવે છે
- extra employee ને hire કર્યા વગર જ business ને પ્રોપર scaling કરી શકો છો
- દિવસ – રાત બંધ થયા વગર કામ કરે છે
નુકશાન
- ફ્રી version માં બવ જ ઓછા ફિસર્ચ છે
- જો તમારો ઈમ્પોર્ટન્ટ private ડેટા હોય તો એ કામ આની પાસે નો કરાવતા
- ક્યારેક-ક્યારેક ખોટું decision લય લે છે એટલે એના દરેક decision ઉપર ધ્યાન રાખવું પડે
FAQ
1. શું Agentic AI ભવિષ્ય માં જોબ લય લેશે?
- ના, મિત્રો બીવા ની જરાય જરૂર નથી, AI Repetitive કામ કરે છે. એ વિચારે છે પણ માણસ ની જેમ નથી વિચારી શકતું.
2. શું Agentic AI નો યુઝ કરવો એ costly છે?
- ના, બધા Agentic AI Costly નથી અમુક AI ફ્રી પણ છે.
3. શું Students Agentic AI નો યુઝ કરી શકે?
- હા, Students પણ આનો ઉપયોગ કરી શકે છે, જેમ કે Research Automation માટે, Notes Summarize માટે આવા ઘણા બધા કામ માટે students આનો ઉપયોગ કરી શકે છે.
4. Small Business Owner Agentic AI નો ઉપયોગ શેમાં કરી શકે?
- Inventory update કરવા, Customer ના WhatsApp replay આપવા, Social Media માં પોસ્ટ કરવામાં આવા ઘણા બધા ટાસ્ક કરવા માટે કરી શકાય
