• AI for Students
  • AI Tools થી Notes બનાવો અને Exam માં Top 3 માં આવો !

    Makes Notes using AI tools

    AI Tools થી Notes બનાવો અને Exam માં Top 3 માં આવો !

    હેલો મિત્રો, કેમ છો? – Students માટે  બવ જ કામ ના AI Tools, જે તમારી માટે ખુબ જ કામ ની વસ્તુ છે. એ તમને Notes બનાવવા, Exam ની તૈયારી કરવામાં અને આવી રીતે ઘણી બધી રીતે તમારી મદદ કરશે.

    તમે Class-Room માં બેઠા છો, અને તમારે Lecture હાલે છે, અને ટીચર ફટાફટ બોર્ડ ભરે છે. અને તમારે એટલા ટાઈમ માં Notes લખવાની છે અને સમજવાનું ય છે. અને જો તમે એ બેય ભેગું કરો તો કાય નો થાય.અને એનું decision લેવા માં જ Lecture જ પૂરો થઈ જાય.

    Students માટે AI Tools કેમ Game - Changer છે?

    સમય બચત

    હવે તમે 3 કલાક ની બદલે 40 થી 45 મિનિટ માં જ આખી નોટસ Complete કરી શકશો 

    Zero Cost

    આ ત્રણેય ટૂલ્સ એકદમ ફ્રી છે.

    Exam Ready

    આ Tools તમને Flash-Card  અને Q&A પણ તૈયાર કરી દેશે

    Deep Learning

    આ Tools Deep Learning કરી ને પેલા એ જાતે સમજશે, પછી Memorize કરશે, પછી એને યાદ રાખશે અને એ પછી તમને સમજાવશે  

    Anywhere

    તમે આ Tools નો ગમ્મે ન્યાં ઉપયોગ કરી શકો ફોન માં, હોસ્ટેલ માં, બસ માં – ગમ્મે એ જગ્યા એ

    Career Edge

    AI Skill શીખી ને તમે બધી જગ્યા એ એનો લાભ લય શકો છો

    3 બેસ્ટ ફ્રી AI Tools

    • Otter AI 
    • Google NotebookLM 
    • RemNote 

    આ આર્ટિકલ માં આપડે શું-શું શીખશું?

    1. Tool 1 : Otter AI
    2. Tool 2 : Google NotebookLM
    3. Tool 3 : RemNote
    4. Complete Daily Workflow – 3 ટૂલ્સ થી એક પરફેક્ટ સિસ્ટમ બનાવશું
    5. Tool Comparison Table + FAQ  + Conclusion 

    તો હાલો મિત્રો કાય પણ પ્રકારનો ટાઈમ બગાડ્યા વગર ડાયરેક્ટ ટૂલ પર જઈએ 

    Tool 1

    Otter AI — આખા lecture ની ઑટોમૅટિક નોટસ

    શું મિત્રો, તમારે online કોઈ classes, વેબિનાર કે YouTube માં કોઈ ટોપિક વિષે વિડિઓ જોવાના હોય છે અને એ વિડિઓ જોયા પછી તમારે નોટસ બનાવવા માટે અલગ થી ટાઈમ બગાડવો પડે છે,  તો મિત્રો આ ટૂલ તમારા જ માટે છે.

    હવે, તમે કોઈ online classes માં બેઠા છો, તો તમારે આ otter ai શરુ કરી ને એમાં Record કે live Transcription નો ઓપ્શન શરુ કરી દો, પછી આ ટૂલ તમારા વિડિઓ માં જે હાલતું હશે એને એક નોટસ માં તૈયાર કરી દેશે. અને તમારો ઘણો-બધો ટાઈમ બચશે.

    Otter AI Free Plan - Step by Step

    • otter.ai  – આ લિંક ખોલો અને લોગીન કરો 
    • તમારો online class કે video શરુ કરો 
    • ટૂલ માં જય ને Record કે Live Transcription નો ઓપ્શન શરુ કરો 
    • Video પૂરો થયા પછી AI એ જે  summary બનાવી એ ચેક કરો અને એને નોટસ માં કન્વર્ટ કરો 

    હું મારા પર્સનલ અનુભવ થી કવ તો, મેં આ ટૂલ નો બવ જ ઉપયોગ કર્યો છે. જયારે મારે YouTube માં કોઈ ટોપિક વિષે વિડિઓ જોવો હોય ત્યારે હું આ જ ટૂલ નો ઉપયોગ કરું ચુ કેમ કે આ એ વિડિઓ ના એન્ડ માં આખા  વિડિઓ ની summary બનાવી દે છે. અને આ એકદમ ફ્રી ટૂલ છે.

    આમાં મને શું ગમ્યું ?

    • આ ટૂલ Live Transcription કરે છે
    • આનો AI ટૂલ live summary બનાવે છે 
    • અને આ ટૂલ માં નોટસ બનાવવા માટે પણ જોરદાર ફીચર્સ છે 

    આમાં હજી શું સારું કરી શકે?

    • Background માં અવાજ હોય તો આની accuracy  ઓછી થઈ જાય છે 
    • ફ્રી પ્લાન માટે અમુક મિનિટ ના વિડિઓ માટે ની જ લિમિટ છે 
    • ઘણા જરૂરી ફીચર્સ પ્રો પ્લાન માં જ છે
    Otter AI

    Tool 2

    Google NotebookLM — PDF Upload, Smart Study Guide Free!

    મિત્રો, આ ટૂલ કેવી રીતે યુઝ કરશો?

    તમે તમારી કોઈ પણ PDF અપલોડ કરો. હવે આ ટૂલ શું કરશે ?- હવે આ એ PDF માંથી high priority સ્ટડી માટે આખું guide તૈયાર કરી દેશે એ પણ માત્ર 3 થી 5 મિનિટ માં જ.

    આમાં Audio Overview Features પણ છે, એમાં તમે podcast-style માં revision કરી શકો છો.

    આ Notebook LM એ એક unique AI ટૂલ છે. – આમાં તમે જે PDF, TextBook Chapters, Lectures Slides કે આવી કોઈ પણવસ્તુ અપલોડ કરો છો, તો આ ખાલી તમારી અપલોડ કરેલી વસ્તુ માંથી જ answer આપે છે. એ એની રીતે ઈન્ટરનેટ માંથી નવું કાય એડ નથી કરતુ.

    Notebook LM Free Plan - Step by Step

    • notebooklm.google.com  – આ લિંક ખોલો અને લોગીન કરો 
    • Add New ઓપ્શન પર ક્લિક કરો અને નવી File અપલોડ કરો 
    • હવે તમે એને તમારી File ને રિલેટેડ થોડા પ્રશ્નો પૂછો 
    • અને એના answer ને audio overview માં generate કરો

    હું મારા પર્સનલ અનુભવ થી કવ તો,હું આ ટૂલ નો ઉપયોગ કોક-કોક કરું છું, જયારે મારે મારી જ અપલોડ કરેલી file માંથી Q&A કે audio overview બનાવવું હોય ત્યારે. આ એ કામ માં બવ જ માસ્ટર છે કેમ કે આ બાર ઈન્ટરનેટ થી કોઈ extra એડ નથી કરતુ.

    આમાં મને શું ગમ્યું ?

    • 100 % ફ્રી ટૂલ છે 
    • આપડે જે File અપલોડ કરી હોય એમાં થી જ answer આપે છે કોઈ extra વાસ્તુ નય 
    • Audio Overview Feature એકદમ જોરદાર છે

    આમાં હજી શું સારું કરી શકે?

    • Flashcard feature લિમિટેડ જ છે 
    • જો આપડી PDF ની Quality ઓછી હોય તો આઉટપુટ બરાબર નથી મળતું 
    • જો આપડે કોઈ File પ્રોપર સ્કેન કરી ને આપીએ તો જ બવ સારું આઉટપુટ મળે છે 
    Notebook LM

    Tool 3

    RemNote —Notes Type કરે, Automatic Flashcard બનાવે - Exam નો તો champion છે

    મિત્રો, શું તમેં હાથે થી તમારી નોટ લખી-લખી ને થાકી ગયા હોવ કે તમારે ચોપડા બવ વધી ગયા હોય તો તમે આ ટૂલ નો ઉપયોગ કરો.

    તમે આ ટૂલ માં તમારી નોટબુક બનાવી શકો ચો અને એમાં તમારી જાતે જ ટીપે કરી ને તમારી બધી નોટસ આમ એડ કરી શકો છો.

    નોટસ એડ કાર્ય પછી જો તમારે એમાંથી Fleshcard બનાવવું હોય તો આમાંથી તમે એ પણ કરી શકો છો.અને આની મેમરી બવ જ સારી છે આ તમારી બધી નોટ ને બવ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. અને તમે Exam ની તૈયારી પણ કરી શકો છો. અને આમાં એક જોરદાર ફીચર્સ પણ છે કે તમે આમાં કોઈ ટોપિક લખ્યો પછી તમે આમાં revision માટે રીમાઇન્ડર પણ સેટ કરી શકો છો.

    RemNote Free Plan - Step by Step

    • remnote.com  – આ લિંક ખોલો અને લોગીન કરો 
    • તમારી નોટ લખો અને flashcard બનાવો 
    • તમારા ઈમ્પોર્ટન્ટ ટોપિક પર રીમાઇન્ડર સેટ કરો
    • અને exam પેલા AI ની હારે પ્રેકટીસ કરો 

    હું મારા પર્સનલ અનુભવ થી કવ તો, મેં જયારે આનો યુઝ કર્યો ત્યારે મને પેલા થોડું confusing લાગ્યું પણ 2 થી 3 વાર યુઝ કાર્ય પછી તો બવ જ easy થઈ ગયું. મારી એક 200 પેજ ની બુક મેં આમાં અપલોડ કરી, પછી મેં આમાંથી flashcard generate કર્યા અને રોજ 30 મિનિટ revision માટે reminder સેટ કર્યું. આ બધું જ કામ એને પરફેક્ટ પૂરું કરી દીધું.

    આમાં મને શું ગમ્યું ?

    • આ ટૂલ ઑટોમૅટિક flashcard બનાવી દે છે 
    • PDF માંથી ઈમ્પોર્ટન્ટ ટોપિક સિલેક્ટ કરી ને ઑટોમૅટિક જ એને ફ્લેશકાર્ડ માં કન્વર્ટ કરે છે 
    • અને આપડે આમાં રોજ કોઈ પણ કામ માટે રીમાઇન્ડર પણ સેટ કરી શકીયે છીએ 

    આમાં હજી શું સારું કરી શકે?

    • પેલી વાર યુઝ કરવામાં થોડું confusing લાગે છે 
    • તમારે જે કોઈ ફોરમેટ જોવે એ પેલા આદત બનાવવી પડે છે 

    હાલો આ ત્રણેય ટૂલ્સ ને ભેગા કરી ને એક સિસ્ટમ બનાવીએ

    મિત્રો, તમે આ ત્રણેય ટૂલ્સ માં એક સાથે કામ કરશો  તો તમે exam માં પાક્કું  top કરશો 

    Otter AI

    તમે તમારા Online lecture ને રેકોર્ડ કરી ને આમાં અપલોડ કરો અને એક નોટ બનાવો

    Notebook LM

    ક્લાસ પત્યા પછી તમારી નોટબુક ને આમાં અપલોડ કરો અને lecture slides બનાવો અને Q&A તૈયાર કરો.

    RemNote

    તમે જે નોટબુક બનાવીતી એને આમાં અપલોડ કરો, અને AI પાસેથી Flashcard બનાવડાવો. અને રોજ પ્રેકટીસ માટે રીમાઇન્ડર સેટ કરો.

    આ બધું જ સ્ટેપ વાઇસ કામ કર્યા પછી તમે exam માટે એકદમ કોન્ફિડેન્સ થઈ જાશો

    ત્રણેય ટૂલ્સ ને compare કરીએ

    Tools Plans Features
    Otter AI 300 મિનિટ / month  Online વિડિઓ ક્લાસ ને નોટબુક માં કન્વર્ટ કરી દે છે 
    Notebook LM 100% ફ્રી  Audio Overview podcast બનાવી દે છે 
    RemNote અનલિમિટેડ Flashcard  રોજ ના રીવીઝન માટે રિમાઇન્ડર દે છે 

    FAQ

    1. શું Notebook LM ગુજરાતી મીડીયમ students માટે યુઝફુલ છે?

    • હા, તમે આમાં ગુજરાતી PDF અપલોડ કરી શકો છો, અને તમે તામારા પ્રશ્નો પણ ગુજરાતી માં પૂછી શકો છો.

    2. શું આપડે AI ટૂલ્સ નો ઉપયોગ કરીએ તો study માં કાય ફેર પડે?

    • મિત્રો,આ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે ક્યાં AI ટૂલ નો ઉપયોગ કય રીતે કરો છો.

    3. Otter AI Gujarati સમજે છે?

    • હા, થોડા લેવલ સુધી સમજે છે, પછી જો આપડે સાવ દેશી ગુજરાતી વાપરીયે તો એને મુશ્કેલી પડે છે. અને જવાબ નથી આપી શકતું.

    4. Flashcards થી memory improve થાય છે?

    • હા, Flashcard મેમરી improve કરવા માટે scientifically proven method ગણાય છે.

    છેલ્લી, સૌથી ઈમ્પોર્ટન્ટ વાત

    મિત્રો,ટૂંક માં કવ તો, Students માટે આ ત્રણ AI ટૂલ્સ એટલે ભરપૂર Advantage. હજી મોટા ભાગ ના students પેન- પેપર ઉપર જ ડિપેન્ડ છે, PDF અને ફ્લેશકાર્ડ બનાવવામાં confuse થાય છે.

    મિત્રો આ 3 AI Tools વાપરવામાં બવ જ easy છે. તો આજેજ શરુ કરો Otter AI માં ક્લાસ રેકોર્ડ કરો અને નોટબુક બનાવો, પછી Notebook LM પાસે Q&A તૈયાર કરો અને RemNote માં daily રિવિઝન માટે રીમાઇન્ડર એડ કરો. આ બધા સ્ટેપ્સ તમને બવ જ સારું result આપશે.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *