• AI for Students
  • 2026 માં વિદ્યાર્થીઓ માટે Best Free AI Tools

    2026 માં વિદ્યાર્થીઓ માટે Best Free AI Tools

    2026 માં વિદ્યાર્થીઓ માટે Best Free AI Tools

    હેલો મિત્રો, કેમ છો?

    શું મિત્રો, તમારે પણ જ્યારે exam નો time આવે એટલે 50 page વાંચવાના બાકી હોય, અને તમારું મગજ ની System એકદમ hang મારી ગયા હોય છે.

    અને Assignment સબમિટ કરવાની છેલ્લી તારીખ તો ઉડી રય હોય એમ જલ્દી આવી જાય છે.

    એક બાજુ YouTube માં વિડિઓ શરુ હોય છે – “Study With Me”.

    અને બીજી બાજુ થી એટલા બધા AI Tools  ના નામ સાંભળવા મળે ને કે ખબર જ નો પડે ક્યુ વાપરવું અને ક્યુ નય!

    તો મિત્રો, આ આર્ટીકલ વાંચ્યા પછી તમારે જરાય ચિંતા કરવાની જરૂર નય પડે. અને તમે બધા AI ટૂલ્સ માં નીન્જા યુઝર બની જાશો.

    2026 માં વિદ્યાર્થીઓ માટે Best Free AI Tools

    આ Guide તમારા માટે કેમ ઈમ્પોર્ટન્ટ છે?

    • Study Time 50% ઘટાડે છે 
    • Students માટે એકદમ Perfect છે
    • Marks અને Career ને એકદમ Boost કરે છે 
    • સરળ ગુજરાતી ભાષા માં જાણવા મળે છે 
    • Future સ્કિલ જાણવા મળે છે

    ક્યાં Tools શેની માટે કામ લાગે?

    • ChatGPT – Smart Tutor 
    • Gemini – Google Files ની હારે સ્ટડી કરવામાં 
    • Notebook LM – PDF ને Podcast બનાવવામાં 
    • Perplexity – Research કરવા અને Source ગોતવા 

    ChatGPT - Smart Tutor

    ChatGPT - Smart Tutor

    મિત્રો, 2026 માં હવે ChatGPT ખાલી એક ટૂલ નથી એ હવે તમારો Study Partner બની ગયું છે. તમે એને કાય સવાલ પૂછો તો હવે એ સીઘું જવાબ નથી આપતું, પણ “Study Mode” માં તમને સામાં સવાલ પૂછી ને તમને વિચારતા કરે છે. એટલે કે તમને સ્કૂલ માં ટીચર કેમ ઉભા કરી ને સવાલ પૂછે એ રીતે. અને હવે ChatGPT તમારા કોઈ પણ Subject ને સરળ ગુજરાતી માં પણ સમજાવે છે.

    હાલો આને એક રીયલ લાઈફ Example લય ને સમજીએ 

    જો તમે એક Student છો, અને તમને કોઈ ટોપિક નથી સમજતો. તો હવે તમારે ChatGPT માં આવી ને Study & Learn મોડે સિલેક્ટ કરી ને તમે એ ટોપિક પૂછશો તો તમને એ જોરદાર રીતે જેમ તમને તમારા ટીચર સમજાવે એમ સરળ ગુજરાતી ભાષા માં સમજાવશે.

    જો તમે પ્રોપર detail માં પ્રોમ્પ્ટ આપશો તો તમને બવ જ સારું result મળશે.

    ChatGPT નો ઉપયોગ કય રીતે કરવો 

    1. ChatGPT – આ લિંક પર જાવ 
    2. Try Study mode પર ક્લિક કરો  
    3. હવે તમારે જે કાય સવાલ પૂછવા હોય તે પૂછો અથવા તમારી PDF આને દો 
    4. અને પછી આને તમારી PDF માંથી સવાલ પૂછો 
    5. છેલ્લે “Quiz me on this topic” લખો એટલે આ તમને પ્રેકટીસ પણ કરાવશે 
    ChatGPT

    Gemini - Google Study Buddy

    Gemini - Google Study Buddy

    મિત્રો,Gemini સૌથી મોટું SuperPower છે, કેમ કે એની ખાસ વાત એ છે કે એ ડાયરેક્ટ Google Ecosystem ની હારે કન્નેક્ટ થય જાય છે.

    આ ડાયરેક્ટ આપડા Google Docs, Files, Gmail, અને Drive ની હારે કન્નેક્ટ થય જાય છે. એટલે આપડે આને જો કોઈ PDF, Sheets માંથી કાય કામ આપવું હોય તો અલગ થી attach નો કરવું પડે, એ આપણને ડાયરેક્ટ એમાં જય ને આપણે જો સમરી કઢાવી હોય તો કાઢી દે છે.

    એક રીયલ example લય ને સમજીએ 

    જો તમારી પાસે “physics notes 2026.pdf” નામની બવ મોટી file છે અને એ PDF જોય ને જ તમને ઉંઘ આવી જાય છે. તો તમારે ડાયરેક્ટ Gemini પાસે જવાનું અને કેવાનું કે – મારા Google Drive માં જ અને ન્યાં “physics notes 2026.pdf” આ નામની PDF પડી હશે, એમાંથી મને સમરી અને ઈમ્પોર્ટન્ટ પોઇન્ટ કાઢી દે.

    અને બસ ખાલી 20 સેકન્ડ માં જ તમારી માસ્ટર સમરી અને imp પોઈન્ટ્સ રેડી.

    Gemini નું Context Windows બવ જ મોટું છે, એટલે તમે જો 1000 પેજ ની બુક પણ આપશો ને તો એ પણ એમાંથી સમરી બનાવી લેશે.

    હવે તમે આમાંથી YouTube વિડિઓ માંથી ડાયરેક્ટ નોટસ પણ બનાવી શકો છો. 

    જો તમે YouTube માં કોઈ ટોપિક રિલેટેડ વિડિઓ જોવો છો, અને હવે તમારે એ વિડિઓ ને નોટસ માં કન્વર્ટ કરવું છે તો ખાલી એ વિડિઓ ની લિંક આને આપો અને કયો કે  – મેં તને YouTube ની એક લોનકે આપી છે એ વિડિઓ માંથી મને નોટસ બનાવી દે. બસ પાંચ થોડીક જ વાર માં તમારી નોટસ પણ રેડી થઈ જાશે.

    Gemini નો ઉપયોગ કય રીતે કરવો 

    1. Gmail માં આવેલા study materials organize કરવા
    2. Google Drive ના PDFs summarize કરવા 
    3. Long notes ને short bullet points માં ફેરવવા
    4. YouTube lectures માંથી exam તૈયારી notes બનાવવા 

    Notebook LM - PDF ને Podcast

    Notebook LM - PDF ને Podcast

    મિત્રો, NotebookLM ખાસ કરી ને Students માટે જ બનાવવા માં આવ્યું છે.આમાં તમે તમારી PDF, Notes ને અપલોડ કરી ને સ્માર્ટ સમરી, Questions & Answer અને Podcast બનાવી શકો છો 

    હાલો એક રીયલ example લય ને સમજીએ 

    તમારી પાસે એક subject ની 3 અલગ-અલગ નોટસ અને 2 YouTube Video લેકચર છે. અને તમારી પાસે આ બધું વાંચવાનો ટાઈમ નથી, તો હવે તમારે આબધુ NotebookLm ને આપી કયો કે મને આ બધા માંથી ઈમ્પોર્ટન્ટ Q&A તૈયાર કરીદે અને Podcast બનાવી દે. એટલે આ થોડી કે જ વાર માં તમને બધું રેડી કરી દેશે.

    આની એક ખાસ વાત એ છે કે, – તમે બીજા કોઈ AI પાસે થી જવાબ માંગો તો એ ઈન્ટરનેટ માંથી ગોતી ને તમને જવાબ આપે છે, પણ આ તમારા અપલોડ કરેલા ડેટા નો ઉપયોગ કરી ને જ તમને બેસ્ટ જવાબ આપશે.

    NotebookLM નો ઉપયોગ કય રીતે કરવો 

    1. NotebookLM – આ લિંક પર જાવ 
    2. નવું નોટબુક બનાવો 
    3. PDF, નોટબુક્સ કે વિડિઓ URL અપલોડ કરો 
    4. Audio Overview બટન દબાવો 
    5. પછી AI Generated પોડકાસ્ટ સાંભળો અને chat window માં તમારા પ્રશ્નો પૂછો 

    Perplexity — Research Ninja Tool

    Perplexity — Research Ninja Tool

    Perplexity એ Google Search, AI Chatbot અને Research Assistant – આ ત્રણેય નું એક જોરદાર કોમ્બિનેશન છે. આની સૌથી ખાસ વાત એ છે કે, આ આપડા બધા જવાબ ની હારે source પણ આપે છે એટલે આપડે એ પણ જોય શકીએ કે આને આપણને ક્યાંથી research કરી ને જવાબ આપ્યો.

    હાલો એક રીયલ Example આપું, 

    તમારે કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરવું છે અને એન માટે તમારે બવ જ મોટા researched ડેટા ની જરૂર છે. જો તામેં આ કામ તમારી જાતે કરવા બેસો તો બવ જ ટાઈમ બગડે, હવે તમારે શું કરવાનું કે , તમે આની પાસે જાવ અને તમારો ટોપિક આને આપો અને કયો કે મને મારા ટોપિક પ્રમાણે પેલા સેકશન બનાવ અને એ સેકશન વાઇસ રિસેર્ચ કર એટલે તમને જોરદાર result મળશે. અને આ કામ ખાલી એ 2 થી 3 મિનિટ માં જ કરી દેશે.

    આનો સૌથી મોટો પાવર એ છે કે એ Live Internet Searchnig, Verified Source, Research Papers આ બધું જ કામ એક  જ જગ્યા એ થાય છે.

    બેસ્ટ Use-Case 

    • Research projects
    • Latest current affairs
    • Academic citations
    • Fact-checking
    • News summaries
    • Research paper શોધવા 
    Perplexity

    આ ચારેય ટૂલ્સ ક્યાં કામ માટે વાપરવા

    આ ચારેય ટૂલ્સ ક્યાં કામ માટે વાપરવા

    Tools  Use 
    ChatGPT  Concept સમજવા, કે જનરલ કામ માટે 
    Gemini  Google Docs/Drive માંથી ડાયરેક્ટ સ્ટડી કરવા 
    Notebook LM  PDF માં Deep સ્ટડી માટે અને Podcast બનાવવા માટે 
    Perplexity  Deep Research, Live news અને Live Source માટે 

    ફાયદા અને નુકશાન

    ફાયદા અને નુકશાન

    ફાયદા

    • ચારેય Tools ફ્રી માં છે.
    • બધી જ ભાષા આવડે છે 
    • Student Friendly છે 
    • 24/7 ગમ્મે ત્યારે available છે

    નુકશાન

    • ફ્રી પ્લાન માં લિમિટ છે 
    • ક્યારેક ખોટો જવાબ કે ઇન્ફોરમેશન આપે છે 
    • જો વધારે ઉપયોગ કરો તો આદત પડી જાય છે 
    ફાયદા અને નુકશાન

    FAQ

    ક્યુ Tool સૌથી બેસ્ટ છે Students માટે?

    મિત્રો, હું તમને કોઈ એક ટૂલ નય પણ આખો કોમ્બો આપું :- NotebookLM - PDF Reading + ChatGPT - Concept + Perplexity - Deep research, આ ત્રણેય ને એક ટિમ ની જેમ વાપરો.

    શું આ Tools ગુજરાતી ભાષા સમજે છે?

    હા મિત્રો, તમે ગમ્મે એ ટૂલ માં ગુજરાતી માં સવાલ પૂછો એ સામે ગુજરાતી માં જ જવાબ આપશે.

    School / College AI allow કરે?

    હા મિત્રો, સ્કૂલ કે કૉલેજ વાળા AI વાપરવા દેશે જો તમે એનો સાચો ઉપયોગ કરશો તો, જો તમે cheating કરશો તો નય.

    શું આ બધા ટૂલ્સ Mobile માં હાલે?

    હા, આ બધા ટૂલ્સ mobile માં પણ હાલે છે અને આ બધા ટૂલ્સ ની mobile એપ્લિકેશન પણ છે.

    છેલ્લી, સૌથી ઈમ્પોર્ટન્ટ વાત

    મિત્રો, આજના સમય માં AI ટૂલ ખાલી રમત માટે નથી પણ, એ સ્માર્ટ Study પાર્ટનર બની ગયા છે. અને બધા ટૂલ્સ નો અલગ-અલગ પાવર છે.

    મિત્રો ઘણા લોકો હજી AI ને રમત માટે કે cheating માટે વાપરે છે પણ મિત્રો AI Tools એ Students માટે SuperPower બની ગયું છે.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *