• Tools & Websites
  • AI થી YouTube Video Script કેવી રીતે લખવી 2026 માં

    AI થી YouTube Video Script કેવી રીતે લખવી 2026 માં

    AI થી YouTube Video Script કેવી રીતે લખવી 2026 માં

    હેલો મિત્રો, કેમ છો?

    આજે આપડે જાણશું કે AI ટૂલ્સ નો ઉપયોગ કરી ને YouTube Video માટે scripts કય રીતે લખવી?

    શું મિત્રો તમે YouTube માં વિડિઓ બનાવો છો? અને એની માટે તમારે 4-5 કલાક બેસી ને તમારા કન્ટેન્ટ ની સ્ક્રિપ્ટ્સ બનાવી પડે છે. આટલું બધું કર્યું તોય તે કન્ટેન્ટ unique નથી લાગતો?

    તો હાલો હવે 2026 માં AI ના જમાનામાં આપડે સ્માર્ટ કન્ટેન્ટ creator બનીયે, કેમ કે હવે મોટા ભાગ ના YouTubers એની સ્ક્રિપ્ટ્સ લખવા માટે AI નો ઉપયોગ કરે છે. તો હાલો આપડે ય તે એની જેમ સ્માર્ટ વર્ક કરીયે.

    Make YouTube Scripts using AI in 2026

    આ તમારા માટે કેમ ઈમ્પોર્ટન્ટ છે?

    Time બચાવે

    પેલા તમે જે સ્ક્રિપ્ટ્સ 3-4 કલાક બેસી ને લખતા એ હવે ખાલી 20 થી 30 મિનિટ માં જ બની જાશે

    Money Saving

     જો કોઈ Youtubers એ એની સ્ક્રિપ્ટ્સ લખવા writer ને hire કર્યો હોય તો હવે એનું કામ AI ફ્રી માં કરી દે છે 

    Students માટે

    જો તમે કોઈ Vlogging કરતા હોય તો તમારા માટે પણ આ સ્ક્રિપ્ટ્સ લખી દેશે 

    Business owner માટે

    જો  તમારે business ડેમો માટે સ્ક્રિપ્ટ્સ લખાવી હોય કે પ્રોડક્ટ માટે ડિસ્ક્રિપ્શન લખવું હોય, એ પણ આ કરી દેશે

    YouTube Video Scripts બનાવવા માટે બેસ્ટ 4 ફ્રી AI ટૂલ્સ

    1. Perplexity AI – આપડા કન્ટેન્ટ ના ટોપિક પર રિસર્ચ કરવા માટે 
    2. Claude AI – હ્યુમન ટોન માં સ્ક્રિપ્ટ્સ લખવા માટે 
    3. ChatGPT – સ્ક્રિપ્ટ્સ ને પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવા માટે 
    4. Google Gemini – ઇમેજ બનાવવા માટે 

    આ આર્ટિકલ માં ક્યાં ક્યાં ટોપિક પર વાત કરશું?

    1. AI Scripts writing એટલે શું?
    2. 2026 ના બેસ્ટ ફ્રી AI Tools 
    3. Step by Step સ્ક્રિપ્ટ્સ writing guide 
    4. મારો અનુભવ 
    5. AI થી સ્ક્રિપ્ટ્સ લાખાવાના ફાયદા અને નુકશાન 
    6. FAQ 
    7. Conclusion 

    AI Scripts Writing એટલે શું? । AI થી YouTube Video Script કેવી રીતે લખવી 2026 માં

    AI Scripts Writing એટલે શું?

    મિત્રો, સાચું ક્વ તો સ્ક્રિપ્ટ્સ લખવી એ કન્ટેન્ટ creators માટે બવ જ મોટો માથા નો દુખાવો હોય છે. 

    એ લોકો પાસે ideas છે, Editing સ્કિલ છે પણ જયારે સ્ક્રિપ્ટ્સ ની વાત આવે ત્યારે મગજ હલી જાય છે.

    AI Scripts Writing એટલે AI Tools ની પાસે કામ કરાવવું. તમારે એને પ્રોમ્પ્ટ આપવાનો, હુકમ કરવાનો કે મારે આ ટોપિક પર આટલા મિનિટ નો વિડિઓ બનાવવો છે તો મને તું એની માટે સ્ક્રિપ્ટ્સ લખી દે.

    અને પછી થોડી ક જ વાર માં એ AI ઑટોમૅટિક hook, introduction, main content, CTA આ બધું જ structured માં લખી દેશે.

    હાલો આપડે એકે real example લય ને સમજીએ – તો તમારી કોઈ Technology ને રિલેટેડ YouTube માં ચેનલ છે. અને તમે એમાં રોજ નો એક વિડિઓ મુકો છો. અને આમાં તમારે સ્ક્રિપ્ટ્સ લખવામાં બવ ટાઈમ બગડતો હશે. તો હવે તમારે AI પાસેથી સ્ક્રિપ્ટ્સ લખાવાની, તમારે કોઈ AI tools  માં જાવાનું, તમારો ટોપિક આપવાનો અને પછી તમારે એને કેવાનું કે “મારે આ ટોપિક પર 10 મિનિટ નો YouTube માં વિડિઓ બનાવવો છે, તો તું મને એક structured વાઇસ સ્ક્રિપ્ટ્સ લખી દે, અને આટલા ઇન્સ્ટ્રકશન ફોલોવ કરવાના : આખી સ્ક્રિપ્ટ્સ ની ભાષા ગુજરાતી માં હોવી જોવે, આ રીતે સ્ટ્રકચર હોવું જોવે  hook + intro + main content + steps + conclusion + outro + CTA. અને આ આખી સ્ક્રિપ્ટ્સ હ્યુમન ટોન માં જ હોવી જોવે.” બસ આટલું જ કેવાનું અને 2 થી 3 મીનીટ માં તમારી 10 મિનિટ ના વિડિઓ ની સ્ક્રિપ્ટ્સ તૈયાર.

    આ AI ના જમાનામાં હવે, જે Fast Creator હશે એ જ Growing creator બનશે.

    Hot to make Scripts using AI

    2026 ના Best Free AI Tools । AI થી YouTube Video Script કેવી રીતે લખવી 2026 માં

    2026 ના Best Free AI Tools

     માર્કેટ માં તો ઘણા બધા AI Tools છે, પણ beginners માટે તો આ 4 AI ટૂલ્સ જ બેસ્ટ અને ફ્રી છે.

     

    1. ChatGPT – Free + બવ જ પાવરફુલ + લાંબા વિડિઓ ની સ્ક્રિપ્ટ્સ માટે the best 
    2. Claude – નેચરલ ટોન + એકદમ માણસ ની જેમ જ ટોન  નો યુઝ કરી ને લખે છે 
    3. Google Gemini – આ ટૂલ સારું લખે તો છે પણ પેલા આપડે જે ટોપિક આપ્યો હોય એના પર રિસર્ચ પણ કરે છે 
    4. VidIQ AI – આ ટૂલ સ્પેસિફિક YouTube  ની સ્ક્રિપ્ટ્સ માટે સૌથી સારું છે અને આ SEO પણ બવ સારું યુઝ કરે છે

    મિત્રો, મારા અનુભવ થી ક્વ તો ChatGPT અને Claude જેવું કામ બીજું કોઈ નય કરે.

    Step-by -Step Guide

    Step-by -Step Guide

    1. તમારા વિડિઓ માટે ટોપિક અને ઓડીએન્સ સિલેક્ટ કરો

    • જો મિત્રો, તમારા ટોપિક માં જ કે લેવાનું નય હોય તો વિડિઓ ગમ્મે એટલો સારો હશે પણ કોઈ નય જોવે. એટલે પેલા ટ્રેન્ડ પ્રમાણે ટોપિક સિલેક્ટ કરો.

    2. Master Prompt તૈયાર કરો

    • ChatGPT કે Claude માં જય ને આ રીતે લખો: “Write a YouTube script on this Topic (add your topic) + My Audience is (add your audience) + Tone must be (Human + Professional + Teaching, add your way) + Video length (add your video length) + use this Structure (Hook + Intro + Main Content + Steps + Outro + CTA).” આ રીતે તમારો માસ્ટર પ્રોમ્પ્ટ તૈયાર કરો.

    3. Generated Scripts ને બરાબર ચેક કરો

    • AI તમને સ્ક્રિપ્ટ બનાવી ને આપે એને પ્રોપર ચેક કરો, અને કાય પણ ભૂલ હોય તો એને સુધારો 

    4. Personal Touch ઉમેરો

    • હવે આમાં થોડું તમારી રીતે ચેન્જ કરો, રીયલ example નાખો. આ તમારા ઑડીએન્સ ને વધારે attrect કરશે

    5. Script Finalize કરો

    • છેલ્લે તમારી સ્ક્રિપ્ટ ફાઇનલ થાય પછી એને ઓડિયો માં કન્વર્ટ કરો.

    એક પ્રો લેવલ ની ટીપ આપું – તમારી સ્ક્રિપ્ટ રેડી થઈ જાય પછી ફરીવખત AI ને કયો કે આને હજી વધારે 20 – 30 % conversational કર અને થોડું ઇમોશનલ ટચ પણ નાખ.

    Step By Step Guide

    મારો અનુભવ

    મારો અનુભવ

    મિત્રો, સાચું ક્વ ને તો મેં જયારે પેલ્લી વાર મારા વિડિઓ ની સ્ક્રિપ્ટ AI ની પાસે લખાવડાવી ત્યારે મને વિશ્વાશ જ નો થયો કે AI આટલી સારી રીતે એકદમ પ્રોપર સ્ટ્રકચર માં લખી દેશે. 

    હા, આને પેલા થોડું 2-3 વાર શીખવાડવું પડે કે તમારે કય રીતે સ્ટ્રચર જોવે છે, તમારે ટોન કેવો જોવે છે. આ બધું એને 2 થી 3 વાર શીખવાડવું પડે પણ પછી એ જોરદાર સ્ક્રિપ્ટ તૈયાર કરી ને આપે છે.

    મારે જેટલી સારી સ્કિલ એની પાસેથી જોવે એટલું જ સારું મારે એને ડિસ્ક્રિપ્શન કે પ્રોમ્પ્ટ આપવો પડે. AI કેટલું સારું કામ કરશે એ આપડા detail પ્રોમ્પ્ટ પર છે. આપડે જેટલું detail માં એને કેશું એ એટલું જ સારું કામ કરશે.

    My Experience to make YouTube scripts using AI

    AI થી Scripts લખાવવાના ફાયદા અને નુકશાન

    AI થી Scripts લખાવવાના ફાયદા અને નુકશાન

    ફાયદા

    • પેલા જે સ્ક્રિપ્ટ લખવામાં 3 – 4 કલાક વય જતી એ હવે 10 – 15 મિનિટ માં જ લખાય જાય છે 
    • Beginner માટે પણ AI નો ઉપયોગ કરી ને સ્ક્રિપ્ટ લખાવવી બવ જ easy છે 
    • AI ઑટોમૅટિક જ SEO સ્ટ્રકચર બનાવી દે છે 
    • આમાં આપણને ઘણી બધી ટોન ના ઓપ્શન મળે છે

    નુકશાન

    • AI ટૂલ્સ માં ફ્રી version માં લિમિટ આવી જાય છે, એટલે કોક વાર આપડી સ્ક્રિપ્ટ અધૂરી જ રય જાય છે 
    • ગુજરાતી ભાષા માં બરાબર quality નથી મળતી, AI હજી ગુજરાતી ભાષા માં બરાબર કેપેબલ નથી 
    • એ ઇમોશનલ ટચ ઉમેરવામાં પણ માર ખાય જાય છે 
    • કોક-કોક વાર થોડી ખોટી સ્ક્રિપ્ટ પણ લખી નાખે છે, એટલે આપડે દર વખતે ચેક કરવું પડે છે 
    AI થી Scripts લખાવવાના ફાયદા અને નુકશાન

    FAQ

    1. શું AI ખરેખર professional YouTube script લખી શકે?

    • હા મિત્રો, આજ ના AI tools એકદમ પ્રોફેશનલ સ્ટ્રકચર વાઇસ સ્ક્રિપ્ટ્સ લખી શકે છે, અને એ સ્ક્રિપ્ટ્સ એકદમ રિયાલિસ્ટિક પણ હોય છે.

    2. AI થી બનાવેલા YouTube content monetized થઈ શકે?

    • હા, YouTube AI થી બનાવેલા કન્ટેન્ટ ને એલોવ કરે છે પણ એ કન્ટેન્ટ ઓરિજિનલ, valuable હોવા જોવે અને એમાં થોડું હ્યુમન ટચ હોય એટલે YouTube એલોવ કરે છે.

    3. શું ગુજરાતી ભાષા માં AI script બનાવી શકે?

    • હા, તમે ગુજરાતી ભાષા માં AI ની મદદ થી સ્ક્રિપ્ટ્સ બનાવી શકો છો, પણ એ હજી બરાબર quality નથી આપી શકતું.

    4. કયું AI tool YouTube scripting માટે સૌથી best છે?

    છેલ્લી, સૌથી ઈમ્પોર્ટન્ટ વાત

    મિત્રો, હવે AI ટૂલ્સ ની મદદ થી Scripting કરવું એ અઘરું નથી, પણ થોડી પ્રેકટીસ અને સ્માર્ટ વર્ક ની જરૂર છે.

    2026 ની Fast - Moving Youtube ની દુનિયા માં મોટાભાગ ના સ્માર્ટ creators AI સ્ક્રિપટિંગ નો જ ઉપયોગ કરે છે, અને એમાં હ્યુમન ટચ ઉમેરે છે. એટલે એ એકદમ ઓરિજિનલ બની જાય છે. મિત્રો, એક વાત યાદ રાખજો AI સ્ક્રિપ્ટ તો લખી જ દે છે પણ એમાં તમારે ફેક્ટ ચેક કરવી પડશે, હ્યુમન ટચ ઉમેરવું પડશે અને તમારો અનુભવ પણ ઉમેરવો પડશે. આ બધું કર્યા પછી જ તમારી Master AI Script તૈયાર થાશે.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *