Best AI Tools for Students in 2026

Best AI Tools for Students in 2026

હેલો મિત્રો કેમ છો?

આજે આપણે ખુબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત-ચિત કરશુ.

કે 2026 માં Best AI Tools for Students ક્યાં ક્યાં છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો, આ બધું જ Step by Step શીખશું.

પેલા સ્ટુડેંટ્સ એનું અસાઈનમેન્ટ લખવા માટે રાતે 2-3 વગ્યા સુધી જાગતા હતા.

જો કોઈ ડેવલપર હોય તો એને પણ એનો ટાસ્ક પૂરો કરવા રાતના 2-3 વાગ્યા સુધી જાગવું પડે છે.

તો હવે આ રીતે ગધેડા ની જેમ મહેનત કરવાની જરૂર નથી, હવે નો જમાનો AI ની મદદ થી સ્માર્ટ વર્ક નો છે.

હવે જે માણસ સ્માર્ટ વર્ક કરશે તે ખુબજ આગળ નીકળી જાશે.

Best AI Tools for Students

Best AI Tools for Students | આમાં AI Tools શું છે?

બવ ટેક્નિકલ નય પણ એકદમ સરળ ભાષા માં કવ તો આ AI (Artificial Intelligence) Tools એવું લાગે છે કે તમારા માટે એક સ્માર્ટ જાદુગર બેઠો હોય. 

આ બધા ટૂલ્સ બનાવતી વખતે ડેવેલોપર્સ એ એના મગજ માં બવ મોટી માત્રા માં ઈન્ટરનેટ પર રહેલા પુસ્તકો, રિસર્ચ પેપર્સ અને આવો કેટલો બધો ડેટા એડ કર્યો છે. 

એટલે આપડે આને કોઈ સવાલ પૂછીએ (prompt) ત્યારે એ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP) નો ઉપયોગ કરી ને થોડીક જ સેકન્ડ માં આપણને accurate answer આપે છે.

Best AI Tools for Students | તમારા ભણતર ને એકદમ સેટ કરી દે એવા જાદુઈ હથિયારો

મેં આ Tools ને 2 ભાગ માં વેચ્યા છે.

જો તમે નવા ખેલાડી છો તો તમે બેઝિક થી શરુ કરો.

અને જો તમે ડાયરેક્ટ ટોપ કરવા માંગો છો તો એડવાન્સ ટૂલ્સ પર ઠેકડો મારજો.

બેઝિક ટૂલ્સ :
ChatGPT & Gemini (ઓલ-રાઉન્ડર):

હું મારા પર્સનલ અનુભવ થી કાવ તો, આ તમારો ઓલ-રાઉન્ડર મિત્ર છે.

તમને કોઈ ટોપિક નથી સમજતો તો આને પૂછો.

તમને કોઈ ઇમેઇલ લખવો છે તો પણ આને પૂછો 

આવા તમારા નાના-મોટા બધા જ કામ સેકન્ડો ની અંદર પુરા કરી દેશે.

Grammarly (પર્સનલ ઇંગ્લિશ ટીચર):

હું આ ટૂલ્સ નો ખુબ જ ઉપયોગ કરું છું, મારા લેપટોપ માં તો આનું એક્સટેન્શન પણ એડ કરેલું છે. 

આની મદદ થી મારે કોઈ પણ પ્રોફેશનલ ઇમેઇલ લખવો હોય તો એક પણ ગ્રામર ની ભૂલ વગર જોરદાર ઇમેઇલ લખી દે.

આ ટૂલ્સ આપણા કોઈ પણ લખાણ માં આપણી સ્પેલિંગ મિસ્ટેક અને ગ્રામર મિસ્ટેક સુધારે છે.

Notion AI (નોટ્સ ઓર્ગેનાઇઝર):

આપણી બધી વેરવિખેર નોટ્સ, ટાઈમ-ટેબલ આ બધું એકજ જગ્યા એ થઈ જાય છે. 

જો તમારી પાસે કોઈ લાંબી PDF હોય અને તમારી પાસે એને વાંચવાનો ટાઈમ નો હોય તો એ PDF તમે આ ટૂલ માં અપલોડ કરી ને summary પણ કાઢી શકો છો.

એડવાન્સ ટૂલ્સ :
NotebookLM (Google નું અસલી જાદુ!):

મિત્રો, આ ટૂલ વિદ્યાર્થીઓ માટે બવ કામ ની વસ્તુ છે.
માની લ્યો કે તમારી પાસે કોઈ 200 પેજ ની બુક છે, હવે એ બુક ને તમે આ ટૂલ માં અપલોડ કરો, હવે આ ટૂલ તમારી બુક માંથી ક્વિઝ બનાવી દેશે, એ તમારી આખી બુક ને એક પોડકાસ્ટ એપિસોડ માં કન્વર્ટ કરી દેશે.

Perplexity AI (રિસર્ચનો બાદશાહ):

હું પર્સનલી આ ટૂલ નો ખુબ જ ઉપયોગ કરું છું. કેમ કે આની પાસે Web-Searching નો સુપર પાવર છે.

તમે કોઈ રિસર્ચ કરો છો તો તમે જયારે Google પર સર્ચ કરો તો તમારે ઘણી બધી અલગ-અલગ સાઈટ માં જાવું પડે અને ખોટો ટાઈમ પણ બગડે.

એની બદલે તમે એજ ટાસ્ક આની મદદ થી કરો તો એ તમારો ટાઈમ પણ બચાવશે અને result પણ ખુબજ સારું આપશે.

SciSpace (રિસર્ચ પેપર્સ અને પ્રોજેક્ટ્સ માટે):

જો તમે કોલેજ ના છેલ્લા વર્ષ માં છો કે, PhD કરો છો તો એમાં તમારે રિસર્ચ પેપર્સ વાંચવા પડતા હશે. તો હવે એ રિસર્ચ પેપર્સ તમે આ ટૂલ માં અપલોડ કરો તો એ તમને જટિલ ભાષા ની બદલે ખુબજ સરળ ભાષા માં સમજાવી દેશે.

Photomath & Wolfram Alpha (મેથ્સ અને સાયન્સના કિંગ):

શું તમને ગણિત નો કોઈ દાખલો નથી આવડતો? તો પછી તમે આ ટૂલ માં જાવ એ દાખલ નો ફોટો પાડો, અને પછી આ તમને એકદમ સરળ ભાષા માં સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દેશે.

જો તમે JEE/NEET ની તૈયારી કરો છો, કે એન્જીનીઅર છો? આ ટૂલ તમારી માટે બ્રહ્મહસ્ત્ર છે. ફિઝિક્સ કે કેલ્ક્યુલસના ગમે તેવા અઘરા પ્રોબ્લેમ્સ એ સોલ્વ કરી દેશે.

Best AI Tools for Students:

AI Tool  ક્યાં કામ માટે બેસ્ટ છે? price  મારું રેટિંગ
ChatGPT / Gemini   આઇડિયાઝ, એસે (Essay), જનરલ પ્રશ્નો  Free(Premiumalso) 9.5/10
NotebookLM લાંબી PDF સમજવા, પોડકાસ્ટ બનાવવા Free 10/10
Perplexity AI ફેક્ટ-ચેકિંગ અને રિસર્ચ કરવા Free (Basic) 9.5/10
Grammarly ગ્રામર અને પ્રોફેશનલ ઇંગ્લિશ લખવા  Free(Extension) 9.0/10
Wolfarm Alpha  એડવાન્સ્ડ મેથ્સ અને સાયન્સ  Free (Basic) 9.8/10

મિત્રો, થોડું ધ્યાન પણ રાખજો! (The Dark Side)

બવ ટેક્નિકલ નય પણ એકદમ સરળ ભાષા માં કવ તો આ AI (Artificial Intelligence) Tools એવું લાગે છે કે તમારા માટે એક સ્માર્ટ જાદુગર બેઠો હોય. 

આ બધા ટૂલ્સ

જો મિત્રો, આપણે આ બધા ટૂલ્સ નો ઉપયોગ કરીએ છીએ એ સારી વાત છે પણ આ બધા ટૂલ્સ સુપર-પાવર છે. તો આના ઘણા જોખમો પણ છે.

 

  • કોપી પેસ્ટ નો ગુનો (Plagiarism): આ ટૂલ આપણને જે જવાબ આપે એ આપડે વાંચ્યા વગર ડાયરેક્ટ કોપી પેસ્ટ કરીએ અને કોલેજ માં સબમિટ કરીએ, તો પ્રોફેસર ના AI ડિટેક્ટર આપણને પકડી લેશે.આનો સૌથી easy રસ્તો છે, તમે AI ટૂલ્સ પાસે પ્રોપર સ્ટ્રકચર બનાવો અને એમાં જે કાંઈ લખવાનું હોય એ તમે જાતે જ લખો.
  • મગજને કાટ ન લાગવા દેતા: જો આપણે બધી નાની-નાની વાત માં AI ટોલ્સ ની મદદ લેશુ એને વારે-વારે આપણા બધા સવાલ પુછશું તો આપડી મોટા ભાગ ની બધી જાણકારી એની પાસે જાશે, અને પછી આપણા મગજ માં કોઈ નવો વિચાર નય આવે. કેમ કે આપણે એની ઉપર નિર્ભર થઇ જાશું.
  • 100% આંધળો ભરોસો ન કરતો: કોઈ દિવસ કોઈ પણ AI ટૂલ્સ ઉપર આંધળો ભરોસો નો કરતા. ક્યારેક આ AI “Hallucinate” કરે છે, (એટલે કે ખોટી માહિતી સાચા હોવાના આત્મવિશ્વાસ સાથે આપે છે.) એટલે હંમેશા AI થી મળેલી માહિતી ચેક કરવાની આદત રાખજો.

 

તમારો એકશન પ્લાન for Best AI Tools

મારા અનુભવ પ્રમાણે હું તમને એક સ્ટેપ બાય સ્ટેપ એકશન પ્લાન બનાવી દવ. તમારે અત્યારે એક સાથે બધું જ શીખવાની જરૂર નથી. તમે અત્યરે ખાલી આટલું કરો : 

  1. આજે તમે તમારા લેપટોપ ના બ્રોઉઝર માં Grammarly નું એક્સ્ટેન્શન નાખી દો. 
  2. તમારી કોઈ પણ એક અઘરી PDF લ્યો,અને એને તમે NotebookLM માં અપલોડ કરી ને એનું પોડકાસ્ટ બનાવો.
  3. જયારે તમે કોઈ ટોપિક માં મુશ્કેલી પડે તો YouTube માં જય ને કલાકો બગાડવાની બદલે ChatGPT કે Gemini ને ડાયરેક્ટ પૂછો-”Explain [Topic Name] using a Real -World Example”

તમે આજ રીતે જાણી શકો છો How to Ceate Calculator using Claude – પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સાથે.

જો તમારે આ બધા AI Tools વિષે વધારે માહિતી જોવે છે?

છેલ્લે એક વાત ( Conclusion )

મિત્રો, આજ ની દુનિયા બવ જ સ્પીડ થી આગળ વધે છે.

હવે પછી ના 3-4 વર્ષ માં એવા જ લોકો સફળ થાશે જે AI Tools નો સારી રીતે અને સ્માર્ટ રીતે ઉપયોગ કરતા હશે.

AI તમારી કે તમારા મગજ ની જગ્યા ક્યારેય નય લય શકે, પણ એ તમારો પર્સનલ આસિસ્ટન્ટ જરૂર બની શકે છે.

ડ્રાઇવિંગ સીટ પર તમારે જ બેસવાનું છે, હેન્ડલ તમારા જ હાથ માં છે AI tools તમને ખાલી રસ્તો બતાવશે, અને તમારા ડેસ્ટિનેશન પર જલ્દી પહોંચવામાં મદદ કરશે.

One thought on “Best AI Tools for Students in 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *