What is AI in Gujarati? | AI શું છે?
હેલો મિત્રો, કેમ છો?
આજે આપડે ખુબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત-ચીત કરશું – What is AI in Gujarati?
આ સવાલ આજે આખી દુનિયા માં બધા ના મોઢે છે. કે આ AI છે શું?
મિત્રો જો હું સાચી વાત કરું તો, અત્યારે દુનિયા માં બે પ્રકાર ના લોકો છે.
પેલા જે AI થી બીવે છે કે ‘AI આવી જાશે તો અમારું શું થાશે?’
અને બીજા લોકો જે AI નો પાવર સમજી ગયા છે, એ લોકો AI નો ઉપયોગ કરી ને બવ જ જલ્દી આગળ વધી રહ્યા છે.
તો મિત્રો હવે AI થી બીવા ની કે ગભરાવાની જરૂર નથી. તમે આ આખો આર્ટિકલ વાંચો પછી તમે પણ AI ની મદદ થી આગળ વધી શકશો.
What is AI in Gujarati?
મિત્રો તમે વિચારો છો કે, હું મારી લાઈફ માં AI નો ઉપયોગ ક્યાં ક્યાં કરું છું?
તો હાલો આપડે એક મૂવી હાલતી હોય એવી રીતે સમજશું.
મિત્રો, તમે સવારે ઉઠો છો, તમારી આંખ ય હજી સરખી નો ખુલી હોય ને તમે સીધો ફોન હાથ માં લ્યો છે અને અયાથી જ AI નો use શરુ – Face Unlock Features. હજી તો તમે સરખા ઉઠયા ય નથી ને AI નો use શરુ થઈ ગયો.
પછી થોડા ટાઈમ પછી પાછો ફોન જોવો એમાં YouTube ખોલો ત્યારે તમે વિચારો છો કે આજે મારે આ વિડિઓ જોવો છે, અને એ જ પ્રકાર ના વિડિઓ તમને દેખાવાના શરુ થઈ જાય. – આ AI જ છે.
આ રીતે તમે દિવસ માં નાના-મોટા કામ માં કેટલી વાર AI નો use કરો છો એ તમને ખબર જ નથી.
તમે ને AI કોઈ રોબોટ ની જેમ નો ગણો. પણ એને તમારા ડિજિટલ મિત્ર ની જેમ ગણો. અને એનો ઉપયોગ કરી ને જલ્દી આગળ વધો.
What is AI? । આમાં AI છે શું?
જો હું તમને ભારે વ્યાખ્યા માં કે ભારે ટેક્નિકલ ભાષા માં કહીશ તો તમે આ વાંચવાનું બંધ કરી દેશો. એટલે હું તમને એકદમ સરળ ગુજરાતી ભાષા માં સમજશું.
“AI = Artificial Intelligence = કૃત્રિમ બુદ્ધિ”
સરળ ભાષા માં –
“AI = મશીનને સમજતું કે વિચારતું કરવાની નિન્જા ટેકનીક એટલે AI”
જો એક રીયલ વર્લ્ડ ઉદાહરણ આપું તો,
તમે Google ને પૂછો કે How to use AI? તો એ તમને કેટલી બધી સાઈટ બતાવશે એમાં તમારે અંદર જય ને પેલા ગોતવાનું અને પછી તમને ઇંગલિશ માં સમજવાનું.
આની કરતા તમેં કોઈ AI ને જેમ કે ChatGPT, Gemini કોઈ ને પણ પૂછો કે “How to use AI? Explain to me with a real-world example.” એ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવશે, ડાયાગ્રામ દોરી ને સમજાવશે, અને રીયલ લાઈફ ઉદાહરણ પણ આપશે.
મિત્રો, સાચી વાત કાવ તો – Google પાસે માહિતી છે – પણ AI પાસે સમજણ છે.
What is AI? । AI ની Story
હાલો થોડા ભૂતકાળ માં જય ને જોઈએ કે પેલા AI ક્યાં હતું?
સાલ 1950:
એક બ્રિટિશ સાયન્ટિસ્ટ – એલન ટ્યુરિંગ. આ ભાઈ કમ્પ્યુટર સાયન્સના ના માસ્ટર ગણાય છે.
ત્યારે સ્માર્ટફોન નોતા, ઈન્ટરનેટ નોતું, YouTube પણ નોતું – આ બધું તો મુકો ત્યારે કમ્પ્યુટર પણ આખા રૂમ જેવડા મોટા હતા.
ત્યારે એલને એક સવાલ પૂછ્યો : “Can Machines Think?” (શું મશીન વિચારી શકે છે?) આ એક સવાલે આખી દુનિયા બદલી નાખી.
સાલ 1997: ઐતિહાસિક ચેસ મેચ
ત્યારે IBM નું એક AI હતું, અને એનું નામ “Deep Blue” હતું.
એણે વર્લ્ડ ના ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવ ને હરાવી દીધા!
આ મેચ હાર્યા પછી ગેરી કાસ્પારોવ બોલ્યા : મને ટેબલ ની સામે એક અલગ જ પ્રકાર ની બુદ્ધિ બેઠી હોય એવું લાગ્યું.
સાલ 2022 – 30 નવેમ્બર:
OpenAI એ ChatGPT લોન્ચ કર્યું. – ને આખી દુનિયા હલી ગય.
આના ખાલી 2 મહિના માં 10 કરોડ યુઝર્સ થઈ ગયા.
10 કરોડ ઉઝર્સ કરવમાં કોને કેટલો ટાઈમ લાગ્યો :
Instagram ને 2.5 વર્ષ
TikTok ને 9 – 10 મહિના
ChatGPT ને ખાલી 2 મહિના
આ AI કામ કેવી રીતે કરે છે?
મિત્રો, આપણી બધા ની કામ કરવાની રીત અલગ-અલગ પ્રકાર ની હોય છે.- પણ AI મૂળ 3 પ્રકાર થી કામ કરે છે :
- Data : AI ની માટે data એટલે ખોરાક, આપણે જેટલો વધારે ખોરાક AI ને આપશું AI એટલું જ વધારે હોશિયાર બનશે.
- Learning : જેમ આપણે નાના છોકરાવને હાલતા શીખવાડિયે, એની જેમ જ આને પણ આપડે પેલા બધું શીખવાડવું પડે છે – એ ભૂલ કરશે, પણ બધી ભૂલ માંથી શીખશે. (આને Technical ભાષા માં Machine Learning કેવાય).
- Decision : આપણે જયારે મોટા થઈએ પછી આપણે કોઈ પણ decision લેવા માટે સક્ષમ થય જાય છીએ. એમ જ AI ને બધું શીખવાડ્યા પછી એ પણ એની જાતે જ બધા decision લે છે.
હું તમને રિઅલ વર્લ્ડ નું ઉદાહરણ આપું :
જો તમને હોરર મૂવી જોવા ગમે છે અને તમે ખાલી 2-3 વખત એ મૂવી નું નામ સર્ચ કરો છો, અને પછી AI તમને અલગ-અલગ હોરર મૂવી જ દેખાડે છે. – આ રીતે એ પોતાનું decision લે છે.
Mind-Blowing Facts of AI
- શું AI ને સપના આવે? – હા, AI ને પણ સપના આવે છે,જયારે Google ના “DeepDream” નામના AI ને ફ્રી મુકવામાં આવ્યું ત્યારે એને આઇવા કેટલાક વિચિત્ર અલગ-અલગ જાત ના ફોટા બનાવ્યા જે સાચે માણસ ના સપના જેવા જ લગતા હતા.
- AI ની મેમરી 0 છે : હા મિત્રો, AI મેમરી સ્ટોર નથી કરી શકતું. તમે ChatGPT કોઈ મસ્ત વાત કરતા હોય અને પછી ન્યૂ ચેટ માં જાવ અને પેલાની વાતચીત વિષે કય પણ પૂછો તો એને કાય પણ યાદ નથી રેતુ.
- AI મ્યુઝિક ડાયરેક્ટર : બિથોવનના મુર્ત્યું ના 200 વર્ષો પછી, એની એક અધૂરી ધૂન AI એ પુરી કરી.
Myth vs Reality
Myth : AI દુનિયા પર કબ્જો કરી લેશે.
Reality : મિત્રો, આ બિલકુલ ખોટું છે, AI કોઈ દિવસ દુનિયા પર કબ્જો નય કરી શકે. પણ હા, જો આપડે એનો વધારે પડતો (આપણી બધી નાની-નાની વાત માં ) AI નો યુઝ કરશુ તો એ આપણને એની આદત લગાડી દેશે.
Myth : AI બધાની નોકરીઓ ખાઈ જાશે.
Reality : AI કોઈ ની નોકરી નય ખાઈ, પણ જે માણસ AI નો સાચો use કરશે અને AI ને એની માટે કામ કરાવશે, એ લોકો બધાની નોકરીઓ ખાઈ જાશે.
AI ના પ્રકાર
AI ના કુલ 3 પ્રકાર છે :
Narrow AI :- આ AI કોઈ એક જ કામ માં પરફેક્ટ હોય છે.
General AI :- આ AI માણસો ની જેમ કામ કરે છે અને એના જેવું સ્માર્ટ હોય છે.
Super AI :- આ AI તો આઈન્સ્ટાઈન કરતા પણ બવ સ્માર્ટ હોય છે, આ ખાલી હોલિવૂડ ના મૂવી માં જ છે.
માણસ + AI = સુપરપાવર
મિત્રો, કાર આવી ત્યારે ઘોડાગાડી જતી રય, પણ લોકો જલ્દી થી પહોંચવા મંડ્યા.
AI ની પાસે માહિતી છે, અને આપણી પાસે ઈમોશન અને ક્રેએટિવિટી છે. જયારે આપણે અને AI બેય હરે મળી ને કામ કરીએ તો આપણે એક સુપરમાણસ બની જઈએ છીએ.
તમે આજ રીતે જાણી શકો છો The Best AI Tools for Content Creation – પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સાથે.
જો તમારે આ What is AI વિષે વધારે માહિતી જોવે છે?
