• Tools & Websites
  • Daily Life માટે ના 5 બેસ્ટ ફ્રી AI ટૂલ્સ

    Best 5 AI Tools for Daily Life

    Daily Life માટે ના 5 બેસ્ટ ફ્રી AI ટૂલ્સ

    હેલો મિત્રો, કેમ છો?

    શું તમે હજી 3-4 કલાક એવા કામ પાછળ બગાડો છો, જે કામ આ AI Tools 5 થી 6 મિનિટ આ પુરા કરી દે?

    તો હાલો મિત્રો, આપડે જોઈએ કે આ ક્યાં ટૂલ્સ છે અને એ ટૂલ્સ ને કય રીતે ઉપયોગ કરવા?

    Best 5 AI tools for Daily Life

    આ તમારા માટે કેમ importent છે?

    સમય બચત

    તમારો 3-4 કલાક નો ટાઈમ બચશે 

    પૈસા બચત

    પેલા તમે ₹5000/ટૂલ્સ આપતા હવે એની બદલે ₹0/ટૂલ્સ

    Students માટે

    Note , Essay , 10ક્સ ફાસ્ટર Research

    Business માટે

    1 માણસ એટલે તમારી આખી ટીમ

    Future Advantage

    AI નો સાચો use career માં બવ જ આગળ લય જાશે

    Real Life

    Job , Students , Freelancer , Business બધીજ જગ્યા એ

    5 બેસ્ટ ફ્રી AI Tools

    • ChatGPT 
    • Google Gemini 
    • Claude AI 
    • Canva AI 
    • Perplexity AI 

    આ બધા જ ટૂલ્સ 100% daily life માટે ફ્રી છે.

    આ આર્ટિકલ માં આપડે શું-શું શીખશું?

    1. Tool 1 : ChatGPT
    2. Tool 2 : Google Gemini
    3. Tool 3 : Claude AI
    4. Tool 4 : Canva AI
    5. Tool 5 : Perplexity AI
    6. FAQ + Canclusion + Personal View 

    તો હાલો મિત્રો કાય પણ પ્રકારનો ટાઈમ બગાડ્યા વગર ડાયરેક્ટ ટૂલ પર જઈએ 

    Tool 1

    ChatGPT - તમારો ફ્રી પર્સનલ assistant

    મોટાભાગ ના લોકો ને હજી ખબર જ નથી કે ChatGPT નો સાચો ઉપયોગ કેવી રીતે કરવો.

    એ લોકો હજી ChatGPT ને Google ના ફેન્સી સર્ચ બોક્સ ની જેમ જ વાપરે છે.

    આમાં – ChatGPT ના ફ્રી પ્લાન માં GPT-4o મળે છે , web browsing મળે છે , જો કોઈ File અપલોડ કરવી હોય તો એનું પણ ફીચર્સ છે , કોઈ ફોટો બનાવવો હોય કે Email લખાવવો હોય ,Exam ની તૈયારી કરવી હોય કે Business ના આઈડિયા જોતા હોય આ બધું ChatGPT તમને ફ્રી માં કરી દે છે.

    ChatGPT Free Plan - Step by Step

    • chat.openai.com – આ લિંક ખોલો અને લોગીન કરો 
    • chat-box માં તમારે જે કામ કરાવવું હોય એ લખો 
    • તમે અનુભવ કરશો કે આ ટૂલ યુઝ કર્યા પછી તમે અઠવાડિયા માં જ કેશો કે મારે રોજ 1.5 – 2 કલાક નો ટાઈમ બચે છે 

    હું મારા પર્સનલ અનુભવ થી કવ તો, જયારે મેં આ ટૂલ પેલી વખત યુઝ કર્યું ત્યારે – મને believe જ નો થયો કે આને 40-50 સેકન્ડ માં જ મારા પ્રોડક્ટ નું 500 શબ્દો નું ડિસ્ક્રિપ્શન લખી દીધું. અને જયારે હું આનો યુઝ નોતો કરતો ત્યારે મારે એક પ્રોડક્ટ ના ડિસ્ક્રિપ્શન પાછળ 3-4 કલાક બગડતા હતા.

    આમાં મને શું ગમ્યું ?

    • Almost બધા જ ટાસ્ક થઈ શકે છે
    • ફ્રી માં કોઈ પણ ફોટો બની શકે છે 
    • આપડે વોઇસ થી પણ એને કહી શકીએ છીએ 
    • અને આનો રિસ્પોન્સ બવ જ ફાસ્ટ છે

    આમાં હજી શું સારું કરી શકે?

    • ફ્રી પ્લાન માં રોજ ની લિમિટ વધારે તો મજા આવે 
    • ક્યારેક-ક્યારેક ખોટો જવાબ આપે છે 
    • જો આને સરખો પ્રોમ્પ્ટ નો આપો તો આ સરખું કામ નથી કરતુ 

    Tool 2

    Google Gemini - Deep Research + PDF + YouTube - Free

    મિત્રો, હવે Google Gemini તમારા માટે deep research + PDF reading + YouTube વિડિઓ સમરી આ બધું એક જ જગ્યા એ કરી દેશે. હવે તમારે આ બધા કામ માટે અલગ-અલગ જગ્યા એ જવાની જરૂર નથી.

    તમે એને એક PDF આપી ને કયો કે મને આ આખી PDF વાંચવાનો ટાઈમ નથી, તું આને આખી વાંચ અને પછી મને 2-3 ફકરા માં સમજાવ કે આખી PDF શું કેવા માંગે છે.

    અને જો તમે Students છો અને તમને YouTube ના વિડિઓ થી કાય સમજવું છે, તો તમારે 3-4 કલાક બગાડવાની જરૂર નથી તમે ખાલી એ YouTube વિડિઓ ની લિંક આને આપો અને કયો કે મને આમાંથી સમરી કાઢી દે, એટલે આ 20-30 સેકન્ડ માં જ તમને આખા વિડિઓ ની સમરી કાઢી દેશે.

    Google Gemini Free Plan - Step by Step

    • gemini.google.com – આ લિંક ખોલો અને લોગીન કરો 
    • તમારે જે કામ કરાવવું હોય એ આના ચેટબોક્સ માં સ્ટેપ વાઇસ લખો 
    • કામ કર્યા પછી તમે જોશો કે આ રીયલ ટાઈમ વેબસર્ચ કરે છે. જે તમારે પેલા કોઈ પણ સર્ચ કરવા માટે 4-5 કલાક બગડતી એ હવે 40-50 સેકન્ડ માં થઈ જાય છે

    હું મારા પર્સનલ અનુભવ થી કવ તો, જયારે મેં આ ટૂલ્સ નો સૌથી પેલી વાર યુઝ કર્યો ત્યારે – મેં આને ચેક કર્યું કે આ કેવું કામ કરે છે – મારે YouTube માં એક પોડકાસ્ટ જોવો તો પણ મારી પાસે 5 કલ્ક નો ટાઈમ નોતો, તો મેં એ પોડકાસ્ટ ની લિંક આને આપી ને કીધું કે મને આ આખા પોડકાસ્ટ ની સમરી અને બુલેટ પોઇન્ટ કાઢી દે, ત્યારે એને મને ખાલી 3 મિનિટ માં જ આખા પોડકાસ્ટ ની સમરી અને બુલેટ પોઇન્ટ કાઢી દીધા અને એ પણ એકદમ accurate કોઈ પણ ભૂલ વગર.

    આમાં મને શું ગમ્યું ?

    • આમાં બધું જ કામ એક જ જગ્યા એ થઈ જાય છે – Video + PDF + WebSearch 
    • જો આપણે કોઈ ટોપિક વિષે Deep Search કરવું હોય તો આ ટૂલ બેસ્ટ છે કારણકે આ એક સાથે 20+ સાઈટ માં searchnig કરે છે

    આમાં હજી શું સારું કરી શકે?

    • આ જયારે PDF સ્કેન કરે ત્યારે એ ઓછું accurate છે
    • Daily લિમિટ બવ જ જલ્દી પુરી થઈ જાય છે 
    Gemini- Deep Research+PDF

    Tool 3

    Claude AI - Long Document + Writing માટે સૌથી સારું AI એ પણ Free

    મિત્રો, શું તમારે કોઈ કન્ટેન્ટ લખવો છે કે કોઈ લાબું ડોક્યુમેન્ટ સ્કેન કરી ને એમાં હ્યુમન ટોન જોવે છે એ પણ ફ્રી માં – તો તમારી માટે Claude AI સૌથી બેસ્ટ છે 

    જો તમારી પાસે કોઈ 100 પેજ ની બુક છે કે કોઈ ડોક્યુમેન્ટ છે અને એને તમારે તમારા શબ્દો માં લખવું છે તો એ ડોક્યુમેન્ટ આને આપો અને તમારે જે ટોન માં જોવે છે એ ટોન માં એને 1-2 ફકરા લખી દ્યો અને કયો કે મારે આ ટોન માં આ આખું ડોક્યુમેન્ટ જોવે છે તો એ તમારા જ ટોન માં ફેરવી દેશે 

    Claude AI Free Plan - Step by Step

    • claude.ai  આ લિંક ખોલો અને લોગીન કરો 
    • તમારે જે કામ કરાવવું હોય એ આના ચેટબોક્સ માં સ્ટેપ વાઇસ લખો 
    • કામ કર્યા પછી તમે જોશો તો એવું લાગશે કે અત્યાર સુધી હું મારો ટાઈમ બગાડી ને બધા ડોક્યુમેન્ટ મારા ટોન માં ફેરવતોતો, અને આણે તો ખાલી 3 મિનિટ માં જ મારા 100 પેજ ના ડોક્યુમેન્ટ ને મારા ટોન પ્રમાણે ઉપડેટ કરી દીધા.

    હું મારા પર્સનલ અનુભવ થી કવ તો, જયારે મેં આ ટૂલ્સ નો સૌથી પેલી વાર યુઝ કર્યો ત્યારે – મેં આને એક કામ આપ્યું મારે મારુ એક ઊર્જેન્ટ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું હતું ને મારી પાસે એટલો ટાઈમ પણ નોતો કે હું એ 70 પેજ ના ડોક્યુમેન્ટ ને જાતે લખું ત્યારે મેં આને કીધું કે અલે આ મારુ રેકોર્ડિંગ છે આ ટોન પ્રમાણે મને મારુ 70 પેજ નું ડોક્યુમેન્ટ તૈયાર કરી દે, અને એમાં જે લખવાનું છે એ પણ ઓલા રેકોર્ડિંગ માં જ છે. અને આણે 5 થી 7 મિનિટ માં તો પ્રોપર ડોક્યુમેન્ટ તૈયાર કરી દીધું.

    આમાં મને શું ગમ્યું ?

    • આ એકદમ easily 100 થી 150 પેજ ના ડોક્યુમેન્ટ , બુક કે કાંઈ પણ વસ્તુ બનાવી દે છે
    • આ આપણાં બધા જ ડોક્યુમેન્ટ માં હ્યુમન ટોન પણ એડ કરે છે

    આમાં હજી શું સારું કરી શકે?

    • આ ટૂલ ફ્રી માં ફોટો નથી બનાવતો 
    • બવ જ ઓછી લિમિટ છે – ઘડીક માં જ ડેઇલી લિમિટ પુરી થઈ જાય છે 
    • અને આમાં વોઇસ મોડ નથી 
    Claude AI - Long Document + Writing

    Tool 4

    Canva AI - સ્કિલ નથી તો પણ પ્રોફેશનલ design જોવે છે એ પણ Free

    મિત્રો, શું તમારે તમારી YouTube માટે કે કોઈ પણ ટેમ્પ્લેટ બનાવવા માટે ગ્રાફિક designer ની જરૂર પડે છે અને એ બવ જ પૈસા લય જાય છે, તો આજે આ ટૂલ તમારા માટે જ બન્યું છે.

    જો તમારે એક YouTube ચેનલ છે અને એમાં Thumbnail ફોટો બનાવો છે એ પણ એકદમ પ્રોફેશનલ પણ તમારી પાસે કોઈ સ્કિલ નથી કે તમે કોઈ ગ્રાફિક designer ને hire પણ નથી કરી સકતા તો તમારે આ Canva AI પાસે આવાનું અને તમારો આઈડિયા કેવાણો કે મારે આવો એક ફોટો બનાવવો છે અને થોડીક જ વાર માં એકદમ પ્રોફેશનલ લૂકિંગ ફોટો તૈયાર થઈ જાશે.

    Claude AI Free Plan - Step by Step

    • canva.com – આ લિંક ખોલો અને લોગીન કરો 
    • તમારે જે કામ કરાવવું હોય એ કામ પ્રમાણે ટેમ્પ્લેટ ગોતો 
    • ટેમ્પ્લેટ સિલેક્ટ કર્યા પછી ટેક્સ્ટ બોક્સ માં તમારો આઈડિયા લખો અને થોડીક જ વાર માં તમારો પ્રોફેશનલ ફોટો બની જાશે 

    હું મારા પર્સનલ અનુભવ થી કવ તો, હું મોટા ભાગે મારા બધા ટેમ્પ્લેટ બનાવવા આ ટૂલ નો જ ઉપયોગ કરું છું, મારે મારો કોઈ પણ ફોટો બનાવવો હોય કે કોઈ પણ ટેમ્પ્લેટ બનાવવું હોય હું આમાં જય ને એક સારું પ્રી-ટેમ્પ્લેટ સિલેક્ટ કરું અને પછી મારે જેવું બનાવવું હોય એનું આખું ડિસ્ક્રિપ્શન ટેક્સ્ટ બોક્સ માં લખી દાવ અને પછી થોડીક જ વાર માં એ મને જોરદાર ફોટો બનાવી દે.

    આમાં મને શું ગમ્યું ?

    • આ ટૂલ યુઝ કરવા માટે તમને ખાલી સરખું લખતા જ આવડવું જોવે બીજી કોઈ સ્કિલ ની જરૂર નથી 
    • આ ટૂલ ની મોબાઈલ એપ્લિકેશન પણ છે 
    • અને આમાં ફ્રી પેલેથીજ બનેલા ટેમ્પ્લેટ પણ છે.

    આમાં હજી શું સારું કરી શકે?

    • જો તમારે વધારે સારી quality માં ફોટો બનાવવો હોય તો પ્રો પ્લાન લેવો પડે 
    • ફ્રી માં ફોટો બનાવવો હોય તો લિમિટ આવી જાય છે 

    Tool 5

    Perplexity AI - Google search કરે છે પણ આ ટૂલ વિચાર કરે છે

    મિત્રો, શું તમારે કોઈ ઈમ્પોર્ટન્ટ ટોપિક વિચે search કરવું છે પણ તમારી પાસે ટાઈમ નથી તો તમારી માટે આ ટૂલ the best છે.

    જો મિત્રો આ ટૂલ આપણને કય રીતે કામ માં લાગશે – જો તમારે કોઈ હાર્ડલી ડીપ research કરવી છે અને તમારી પાસે google માં જય ને અલગ-અલગ સાઈટ ખોલી ને માહિતી ભેગી કરવાનો ટાઈમ નથી, તો તમારે આ ટૂલ પાસે જાવાનું અને તમારો જે ટોપિક હોય એ આ ટૂલ ને દેવાનો અને કેવાનું કે મારે આ ટોપિક વિષે હાર્ડલી ડીપ research કરવી છે. એટલે આ google માં જય ને ઘણી-બધી સાઈટ માં જય ને તમારા માટે પ્રોપર માહિતી ભેગી કરશે અને તમને એકદમ બેસ્ટ research ડેટા આપશે.

    Claude AI Free Plan - Step by Step

    • perplexity.ai  – આ લિંક ખોલો અને લોગીન કરો 
    • તમારે જે કામ research કે web-searching  કરાવવું હોય એ ટોપિક આમાં નાખી દો.
    • ટોપિક આપ્યા પછી તમારા ટેક્સટબોક્સ માં નીચે ડાબી બાજુ + icon ની બાજુ માં search નો ઓપ્શન આવશે એને ઓન કરી દો.

    હું મારા પર્સનલ અનુભવ થી કવ તો, હું રોજ આ ટૂલ નો ઉપયોગ કરું છું. મારે મારા કોઈ પણ કન્ટેન્ટ વિષે કે કોઈ પણ ટોપિક વિષે deep research કરાવવી હોય તો હું આને ટોપિક આપી દાવ અને કય દવ કે મારે આટલું-આટલું research કરવાનું છે, એટલે એ થોડાક ટાઈમ માં તમારો પ્રોપર ડેટા તમને આપી દેશે. અને આમ તમે એ પણ જોય શકો છો કે આ ટૂલ કય-કય સાઈટ માં જય ને તમારા માટે research કરે છે.

    આમાં મને શું ગમ્યું ?

    • રીયલ ટાઈમ માં જે સાઈટ માં search કરે તે સાઈટ બતાવે છે 
    • તમારે આમ કામ કરવા માટે લોગીન ની જરૂર નથી પડતી 
    • અને આ બધા રિપોર્ટ ફેક્ટ ચેક કરી ને જ આપે છે 

    આમાં હજી શું સારું કરી શકે?

    • જો આપડે આની પાસે deep research કરાવીએ તો આની ડેઇલી લિમિટ બવ જ જલ્દી પુરી થય  જાય છે 
    • અને આના મોટા ભાગ ના સારા-સારા કામ ના ફીચર્સ પ્રો પ્લાન માં છે 
    Perplexity AI - Best Tool For Researching

    FAQ

    1. શું આ ટૂલ ખરેખર ફ્રી છે ?

    • હા, આ બધા ટૂલ ફ્રી જ છે, પણ બધા માં ડેઇલી લિમિટ આવે છે. 

    2. Beginner ક્યાંથી શરુ કરે?

    • જો તમે AI ની દુનિયા માટે સાવ નવા હોવ તો તમારે સૌથી પેલા ChatGPT વાપરતા શીખવું જોવે કેમ કે એ easy to use છે, અને તમારા મોટાભાગ ના કામ એમાં જ થઈ જાશે.

    3. Document upload સેફ છે?

    • હા, તમે જનરલ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો, પણ તમારે બેન્ક ના ડોક્યુમેન્ટ કે કોઈ પર્સનલ ડોક્યુમેન્ટ આમાં અપલોડ નો કરવા જોવે 

    4. Students assignment લખવા માટે યુઝ કરી શકે?

    • હા, આ બધા ટૂલ્સ નો સૌથી વધારે ઉપયોગ students જ કરે છે, કોઈ પણ ટાસ્ક પૂરો કરવા, નવા-નવા પ્રોજેક્ટસ ના આઈડિયા ગોતવા, આવી અલગ-અલગ રીતે ઉપયોગ થાય છે.

    છેલ્લી, સૌથી ઈમ્પોર્ટન્ટ વાત

    મિત્રો, 2 વર્ષ પછી, બે પ્રકાર ના લોકો AI નો યુઝ કરતા હશે.

    1. Daily Users :- જે પોતાના નાના-મોટા કામ AI પાસે થી કરાવતા હશે, એટલે એનો ટાઈમ બચે અને એ એનો બચેલો ટાઈમ બીજા કોઈ ઈમ્પોર્ટન્ટ કામ માં આપી શકે.
    2. Some-Time Users:- આ લોકો ને AI ઉપર બવ વિશ્વાસ નય હોય કે સરખો યુઝ કરતા નય આવડતું હોય, જો આ લોકો AI નો યુઝ કરતા નય શીખે તો પાછળ રય જાશે, કેમ કે આ લોકો ને એના બધા જ નાના-મોટા કામ એની જાતે જ કરવા પડશે. એટલે આ એનો ઈમ્પોર્ટન્ટ ટાઈમ કોઈ બીજા ઈમ્પોર્ટન્ટ કામ માં નય આપી શકે.

    મિત્રો, તમે આ આર્ટિકલ વાંચ્યો હશે તો તમને ઘણું બધું નવું-નવું શીખવા મળ્યું હશે. તો અત્યારે જ બીજી ટેબ ખોલો અને ChatGPT કે તમારા કોઈ પણ મનગમતા ટૂલ ને પકડો અને એની પાસે એટલું કામ કરવો કે તમારી ડેઇલી લિમિટ થોડીક જ વાર માં પુરી થઈ જાય.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *