What is Prompt

પ્રોમ્પ્ટ શું છે અને AI પાસે આપણું ધાર્યું કામ કેવી રીતે કરાવવું? | What is Prompt? & How to use it?

હેલ્લો મિત્રો, આજે આપણે એવા ટોપિક પર વાત કરવાની છે જે અત્યારે આખી દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

જો તમે ChatGPT, Claude કે Gemini જેવા AI ટૂલ્સ વાપરતા હોવ, કન્ટેન્ટ લખતા હોવ, કોલેજનું અસાઇનમેન્ટ બનાવતા હોવ કે પછી ઓફિસનું કોઈ પ્રેઝન્ટેશન બનાવતા હોવ — તો આજના આ બ્લોગ વાંચ્યા પછી તમારી કામ કરવાની રીત આખી બદલાઈ જવાની છે. આ એક ગેમ-ચેન્જર સ્કીલ છે.

તો હાલો, કોઈ પણ જાતના ટેકનિકલ બકવાસ વગર, એકદમ સીધી અને સરળ ભાષામાં સમજીએ કે આ “પ્રોમ્પ્ટ” (Prompt) ખરેખર કઈ શું છે!

સૌથી પહેલો સવાલ: આ પ્રોમ્પ્ટ એટલે શું?

જો એકદમ દેશી અને સરળ ભાષામાં કહું તો — પ્રોમ્પ્ટ એટલે AI ને આપેલો તમારો “ઓર્ડર”. 

તમે ચેટબોક્સમાં જઈને જે કાંઈ પણ ટાઈપ કરો છો, તેને પ્રોમ્પ્ટ કહેવાય છે. પણ અહીં એક બહુ મોટો ટ્વિસ્ટ છે! મોટાભાગના લોકો વિચારે છે કે AI જાદુગર છે. એમને એમ લાગે છે કે બસ બે શબ્દો લખશું અને AI મસ્ત મજાનો જવાબ આપી દેશે.- તો ના, એવું નથી.

તમે જેટલું ક્લિયર અને ડિટેઈલ્ડ કહેશો, AI તમને એટલો જ સારો અને સચોટ જવાબ આપશે.

આપણે ભૂલ ક્યાં કરીએ છીએ?

તમે ઘણા લોકોને ફરિયાદ કરતા સાંભળ્યા હશે: “ આ ChatGPT તો બોવ ગોળ-ગોળ જવાબો આપે છે. મજા નથી આવતી. માણસ જેવી ફીલિંગ નથી આવતી.”

પણ સાચી વાત શું છે ખબર છે? પ્રોબ્લેમ AI ની અંદર નથી… પ્રોબ્લેમ આપણા પ્રોમ્પ્ટમાં છે!

વિચારો કે તમે કોઈ હોટલમાં ગયા અને વેઈટરને કહ્યું: “મારે કાંઈક ખાવું છે, લઈ આવ.” વેઈટર શું લાવશે? કદાચ એ ઢોંસા લાવે, પણ તમારે તો પંજાબી ખાવું હતું! તો આમાં વાંક કોનો છે? વેઈટરનો કે તમારો?

બસ, AI સાથે પણ આવું જ છે. જો તમે એને કહેશો કે “મારે એક resume બનાવો છે. તો એ ગમે તેવું બનાવી ને આપી દેશે. 

પણ જો તમે એમ કહેશો કે: “તમે એક અનુભવી પ્રોફેશનલ રિઝ્યુમે રાઇટર અને કરિયર કોચ તરીકે કાર્ય કરો.

મારા માટે એક આધુનિક, ATS-ફ્રેન્ડલી અને પ્રોફેશનલ રિઝ્યુમે તૈયાર કરો, જે Software Developer પોઝિશન માટે ઑપ્ટિમાઇઝ્ડ હોય.

મારી માહિતી નીચે મુજબ છે:

– નામ: AI Mitra Gujarati

– લોકેશન: Gujarat

– સંપર્ક નંબર: 1111111111

કેરિયર લક્ષ્ય:

– Software Developer તરીકે જોબ મેળવવી

શૈક્ષણિક માહિતી:

– Degree: B.Tech

સ્કિલ્સ:

– Programming Languages: Python, JavaScript

– Backend/Runtime: Node.js

– Soft Skills: Communication, Leadership

ભાષાઓ:

– Gujarati, Hindi, English

મહત્વપૂર્ણ સૂચનાઓ:

– કોઈપણ ખોટી અથવા બનાવટી માહિતી ઉમેરવી નહીં

– Work Experience અથવા Projects ના હોય તો તેને ફોર્સફુલ રીતે ઉમેરશો નહીં

– તેના બદલે Skills, Problem-Solving Ability અને Learning Mindset પર વધુ ફોકસ કરો

– Resume ને ATS (Applicant Tracking System) માટે ઓપ્ટિમાઇઝ કરો

– મજબૂત અને પ્રોફેશનલ Summary લખો

– Action verbs નો ઉપયોગ કરો (જેમ કે: Developed, Designed, Optimized, Implemented)

– બુલેટ પોઇન્ટ્સમાં સ્પષ્ટ અને અસરકારક લખાણ આપો

– Resume 1 પેજમાં સીમિત રાખો

– ફોર્મેટ ક્લીન, મિનિમલ અને રિક્રૂટર-ફ્રેન્ડલી હોવો જોઈએ

આઉટપુટ ફોર્મેટ:

– Header (નામ + સંપર્ક)

– Professional Summary

– Skills Section

– Education

– Additional Information (Languages, Soft Skills)

– (Optional placeholders for future Experience/Projects)

ટોન:

– પ્રોફેશનલ, આત્મવિશ્વાસભર્યું અને અસરકારક

” — તો હવે પિક્ચર ક્લિયર છે ને? આજ છે પ્રોમ્પ્ટનો સાચો ગેમ!

What is Prompt? & How to use it?

આ AI ની અંદર ચાલે છે શું?

થોડીક ટેકનિકલ વાત કરીએ, પણ ટેન્શન નો લેતા, એકદમ સરળ રીતે સમજાવીશ.

જ્યારે તમે AI ને કોઈ મેસેજ કરો છો, ત્યારે તેની પાછળ NLP (Natural Language Processing) નામની સિસ્ટમ કામ કરે છે. એ basically તમારા શબ્દોને સમજીને ગણતરી કરે છે કે, “આ ભાઈએ જે સવાલ પૂછ્યો છે, તેના પછી કયો શબ્દ આવવો જોઈએ?”

જ્યારે તમારો પ્રોમ્પ્ટ AI પાસે જાય છે, ત્યારે એ ત્રણ વસ્તુ વિચારે છે:

  1. આ વ્યક્તિ શું માંગે છે? (What is the task?)
  2. કોના માટે માંગે છે? (Who is the audience?)
  3. કઈ રીતે અને કયા ટોનમાં આપવું છે? (What is the format?)

એટલે તમે જેટલું મસ્ત રીતે સમજાવીને પૂછશો, AI તેટલું જ સારી રીતે ડેટા પ્રોસેસ કરીને તમારા માટે બેસ્ટ જવાબ બનાવશે.



What is Prompt? & How to use it? | How AI works

એક જોરદાર પ્રોમ્પ્ટ બનાવવાના 4 જાદુઈ steps

મિત્રો, જો તારે AI નો અસલી પાવર વાપરવો હોય, તો તારા પ્રોમ્પ્ટમાં આ 4 વસ્તુઓ હંમેશા હોવી જોઈએ. આને તમારો ‘ચીટ-કોડ’ સમજી લેજો:

  1. શું જોઈએ છે? (Task): તમારે એક્ઝેટલી શું કામ કરાવવું છે?  ઉદાહરણ: “Explain…”, “Create Resume …”, “Summarize this…”
  2. કોના માટે? (Audience): તમારો આ જવાબ કોણ વાંચવાનું છે?  ઉદાહરણ: “For 10-year-old kids…”, “For beginners…”, “For software engineers…”
  3. કેવી રીતે જોઈએ? (Format/Tone): તમારે કેવો ટોન જોઈએ છે? પ્રોફેશનલ કે ફ્રેન્ડલી?  ઉદાહરણ: “In simple language…”, “In a funny tone…”, “Make it bullet points…”
  4. કેટલું જોઈએ? (Length): જવાબની સાઈઝ કેટલી હોવી જોઈએ?  ઉદાહરણ: “In exactly 300 words…”, “Give me 5 main points…”
What is Prompt? & How to use it? | 4 steps of Prompt

ખરાબ પ્રોમ્પ્ટ vs સારો પ્રોમ્પ્ટ

હાલો આને એક લાઈવ ઉદાહરણથી સમજીએ.

ખરાબ પ્રોમ્પ્ટ (જે મોટાભાગના લોકો વાપરે છે):

“AI શું છે?” 

શું મળશે? એકદમ બોરિંગ, વિકિપીડિયા જેવો ગોળમટોળ જવાબ, જે વાંચીને તમને ઊંઘ આવી જશે. તમારે ફરીથી એને નવો સવાલ પૂછવો પડશે.

પ્રો-લેવલનો સારો પ્રોમ્પ્ટ:

“AI એટલે શું? તે કેવી રીતે કામ કરે છે તે વિશે 200 શબ્દોમાં સરળ ગુજરાતી ભાષામાં સમજાવ. જવાબ એકદમ મિત્રતાભર્યા ટોનમાં હોવો જોઈએ અને એક રોજિંદા જીવનનું ઉદાહરણ પણ આપજે.”

 શું મળશે? જબરદસ્ત, ક્લિયર અને સીધો આઉટપુટ! તમારો સમય બચશે અને એક્ઝેટલી એ જ મળશે જે તમે ઈચ્છતા હતા

આ સ્કીલ રિયલ-લાઈફમાં ક્યાં કામ આવશે?

તમે વિચારતા હશો કે “મારે શું કામ આ શીખવું જોઈએ?”  આ એક એવી સ્કીલ છે જે દરેક જગ્યાએ કામ આવવાની છે:

  • સ્ટડીમાં: કોઈ અઘરો ટોપિક સમજવો હોય કે એસાઈનમેન્ટનું સ્ટ્રકચર બનાવવું હોય.
  • કોડિંગમાં: ડેવલપર્સ માટે તો આ આશીર્વાદ છે. ક્યાંક એરર આવે તો AI ને પૂછી શકાય.
  • બિઝનેસ અને જોબમાં: પ્રોફેશનલ ઈમેલ લખવા, માર્કેટિંગ આઈડિયા જનરેટ કરવા કે ક્લાયન્ટને રિપ્લાય આપવા. (અને હા, એક સિક્રેટ કહું? GitHub Copilot અને Midjourney (ઈમેજ બનાવવા માટે) જેવા ટૂલ્સમાં પણ આજ સેમ ફોર્મ્યુલા કામ કરે છે )
  • શું તમારે Prompt વિષે વધારે માહિતી જોવે છે?

  • તમે આ જ રીતે જાણી શકો છો કે ChatGPT શું છે  , Gemini શું છે અને તેમાં પણ આ રીતે કોઈ પણ Prompt બનાવી શકો છો.

જોખમો અને ભવિષ્યની સાચી હકીકત

રિસ્ક શું છે? જો તમે clear નય લખો અને કન્ફ્યુઝિંગ પ્રોમ્પ્ટ લખશો, તો AI તમને ખોટો કે ફેક ડેટા (Hallucination) પણ આપી શકે છે. કમ્પ્યુટર સાયન્સનો એક જૂનો નિયમ છે: Garbage in = Garbage out (કચરો નાખશો તો કચરો જ બહાર આવશે).

ભવિષ્ય (The Future): આવનારા સમયમાં “પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ” (Prompt Engineering) એક લાખો રૂપિયાના પેકેજવાળી સ્કીલ બનવાની છે. લોકો AI ને રિપ્લેસ નહીં કરે, પણ “જે લોકોને AI વાપરતા આવડે છે, તે લોકો એવા લોકોને રિપ્લેસ કરી દેશે જેમને AI વાપરતા નથી આવડતું.” એટલે જ લોકો AI સાથે વાત કરવાની સ્પેશિયલ ટ્રેનિંગ લઈ રહ્યા છે.

What is Prompt? & How to use it? | Risk and Reality of future

તમારો પ્રેક્ટિકલ ગાઈડ (Master Formula)

હાલો, હું તમને એક સિમ્પલ ફોર્મ્યુલામાં આપી દઉં. ગમે ત્યારે AI ઓપન કરો, ત્યારે આ ફોર્મ્યુલા મગજમાં રાખજો:

[Role] + [Context] + [Task] + [Output Format] + [Focus] + [Instructions] + [Constraints]

ઉદાહરણ:

ખોટી રીત: “મને Resume બનાવી દે. ”

 સાચી રીત: “Act as a professional resume writer.

Context:

I am a Software Developer with skills in Python, JavaScript, and Node.js.

Task:

Create an ATS-friendly resume.

Output Format:

– Header

– Summary

– Skills

– Education

– Additional sections

Focus:

– Strong summary

– Clean formatting

– Keyword optimization

Instructions:

– Use action verbs

– Keep it concise

– Avoid fluff

Constraints:

– No fake experience

– Max 1 page

Tone:

Professional and confident

What is Prompt? & How to use it? | Master Prompt Formula

છેલ્લે એક વાત ( Conclusion )

જો સાવ સરળ રીતે આખી વાત પૂરી કરું તો — પ્રોમ્પ્ટ એટલે બીજું કાંઈ નહિ, પણ મશીન સાથે માણસની જેમ વાત કરવાની કળા.

AI ખૂબ જ સ્માર્ટ છે, પણ એનામાં ઈમોશન કે કોમન સેન્સ નથી. તમારે એને એક નાના બાળકની જેમ હાથ પકડીને ગાઈડ કરવું પડે છે. તમે જેટલી સારી રીતે, ડિટેઈલમાં અને સ્પષ્ટતાથી એને પૂછશો, એટલું જ AI તમને જાદુઈ રિઝલ્ટ આપશે.

આ કોઈ રોકેટ સાયન્સ નથી, આ માત્ર એક સ્કીલ છે. અને એકવાર તમે આ પ્રોમ્પ્ટ બનાવવાની ગેમ સમજી ગયા, પછી આ AI તમારો એવો “સાચો પાર્ટનર” બની જશે, જે કલાકોનું કામ મિનિટોમાં પતાવી આપશે! 

તો હવે રાહ શેની જુઓ છો? જાઓ, ChatGPT કે Gemini ઓપન કરો અને એક મસ્ત પ્રો-લેવલનો પ્રોમ્પ્ટ લખીને જાદુ જુઓ! જો આ ગાઈડમાંથી કાંઈક નવું શીખવા મળ્યું હોય, તો તેને પ્રેક્ટિકલમાં ચોક્કસથી ઉતારજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *